યુવકને મેસેજ આવ્યો કે તમારે બસ પૈસાદાર ઘરની મહિલાઓ અને યુવતીઓને મોડી રાત્રે ખુશ કરવાની છે અને... - Chel Chabilo Gujrati

યુવકને મેસેજ આવ્યો કે તમારે બસ પૈસાદાર ઘરની મહિલાઓ અને યુવતીઓને મોડી રાત્રે ખુશ કરવાની છે અને…

અમદાવાદ સાઇબર ક્રાઇમ સેલે રાજસ્થાનના ડુંગપુરથી એક અમદાવાદ નિવાસીને કથિત રીતે ગંદી વાતોની લાલચ આપીને ઠગવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર ડુંગરપુરના મૂળ નિવાસી આરોપી અમરજી પાટીદારને ભારતીય દંડ સહિંતાની ધારા 406 તહેત અપરાધ વિશ્વાસઘાત, 420 છેતરપિંડી અને IT અધિનિયમની ધારાઓ તહેત ધરપકડ કરવામાં આવ્યો છે.

ફરિયાદી આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે તેને એક લિંક મળી હતી. લિંક પર ક્લિક કરતાં જ તેનો પરિચય એક વોટ્સએપ ચેટ નંબર પર થયો અને તેણે ચેટિંગ શરૂ કર્યું. પોલીસ કસ્ટડીમાં રહેલા શખ્સનું નામ છે અમરજી દેવજી પાટીદાર. મૂળ રાજેસ્થાનના આ શખ્સ પર આરોપ લાગ્યો છે સોશિયલ મીડિયા પર અજાણી સ્ત્રીઓની તસવીરો મૂકીને એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને લોકોની પાસેથી વિવિધ ચાર્જીસના નામે પૈસા પડાવતો હતો.

પ્રતિકાત્મક તસવીર

આરોપીએ વિવિધ યુવતીઓની તસવીરો મોકલીને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. ત્યારબાદ 300 પછી 1600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, આરોપીએ સિક્યુરિટી ડિપોઝીટ સહિતના ચાર્જીસના બહાને ₹16998 પડાવી લીધા હતા અને ત્યારબાદ ચેટિંગ બંધ કરી દીધું હતું. જેને લઈને યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

આરોપી અમરજી પાટીદાર મૂળ રાજેસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે. હોળીના તહેવારમાં પોતાના ગામમાં ગયો ત્યારે તેના ભાઈ મણિલાલ અને પિતરાઇ ભાઈ ભુરાલાલે શોર્ટ ટાઈમમાં પૈસાદાર થવાની લાલચમાં ઓનલાઈન મીટિંગ-ચેટિંગ કરવાના બહાને છેતરપિંડી કરતા શીખવાડ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

ગ્રાહકો બનાવી રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવતા અને જે ગ્રાહક ફસાઈ જાય ત્યારબાદ તેના ભાઈ અને પિતરાઈને સોંપી દેતો હતો. જેના તેને 50 ટકા કમિશન મળતું હતું. આ ગેંગમાં આરોપી સાથે વધુ બે વ્યક્તિની સંડોવણી ખુલતા પોલીસે તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં એસ્કોર્ટ સર્વિસના નામે ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય ઘણા બધા લોકોને ટાર્ગેટ કર્યા છે. આ ગેંગમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ મુદ્દે 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

Live 247 Media

disabled