નોકરી છોડીને રસ્તા પર ચા વેચી રહ્યો છે એન્જીનીયર, દરરોજ 300 કપ ચા વેચીને મહિને કરે છે આટલી કમાણી - Chel Chabilo Gujrati

નોકરી છોડીને રસ્તા પર ચા વેચી રહ્યો છે એન્જીનીયર, દરરોજ 300 કપ ચા વેચીને મહિને કરે છે આટલી કમાણી

કોઈ પણ ધંધામાં સાહસ કરવું એ મોટી વાત છે. દુનિયામાં બધા લોકો સાહસ નથી કરી શકતા. ઘણા લોકો ડરે છે તો ઘણા લોકો સમાજ શું કહેશે એ વિચારીને જ જિંદગી કાઢી લે છે. પરંતુ જેની અંદર કંઈક અલગ જ મેળવવાની ઈચ્છા હોય તે લોકો સાહસ કરી લે છે. આ સાથે જ તે આ મામલામાં મિસાલ બની જાય છે. હવે જરા વિચારો કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહેલો વ્યક્તિ નોકરી છોડીને રસ્તા પર ચા વેચી શકે છે ? જાણીને આશ્ચર્ય થયું ને ? પરંતુ આ સાચી વાત છે.

મધ્યપ્રદેશના છીંદવાડામાં રહેતા એક યુવકે આવું જ કંઈક કર્યું હતું. એન્જીનીયરીંગની ડિગ્રી બાદ તેને એક કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી હતી. પરંતુ યુવક આ પોસ્ટથી ખુશના હતો. કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતો આ યુવકે એન્જીનીયરીંગ ચાયવાળા ના નામથી ચા ની લારી શરૂ કરી દીધી હતી. આ યુવકની આવક સાંભળીને તમે પણ નોકરી છોડીને ચાય વેચવાનું શરૂ કરી દેશો.

આજકાલ તો સોશિયલ મીડિયા પર આ એન્જીનીયરીંગ ચા વાળો છવાઈ ગયો છે. તેની ચર્ચા ઇન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક સુધી મળી જશે. આ યુવક ચાની લારી પાસે ચા બનાવી રહ્યો છે. જેમાં નામ લખ્યું છે એન્જીયરીગ ચા વાળો લખ્યું છે.

એન્જીનીયરીંગ ચા વાળાનું અસલી નામ અંકિત નાગવંશી છે. તે મધ્યપ્રદેશના છીંદવાડાઓ રહેવાસી છે. તેને સોફ્ટવેર એન્જીનીયરીંગ કર્યું છે. આ સાથે જ અંકિત ઘણી કંપનીમાં કામ કરી ચુક્યો છે.

અંકિત હંમેશાથી ખુદનો બિઝનેસ કરવા માંગતો હતો. તેને ઘણીં કંપનીમાં કામ કર્યું પરંતુ ક્યાંય પણ તેનું મન લાગતું ના હતું. અંકિત ધંધો કરવા માંગતો હતો પરંતુ તેને ખબર ના હતી કે, તેને ક્યાં ધંધામાં રોકાણ કરવું જોઈએ.

અંકિતના કહેવા પ્રમાણે, જ્યારે તે સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો, ત્યારે તે ઘણી વખત ઓફિસની બહાર ચા પીવા જતો હતો. કોઈ દિવસ તેમને સારી ચા મળી, તો ક્યારેક ખરાબ. ત્યારબાદ તે ધ્યાનમાં લે છે કે ઘણા લોકો ચા પીવા માટે આવે છે. આ સ્થિતિમાં ચાનો ધંધો કરી શકાય છે.

પરંતુ અહીં જોખમ લેવાની વાત આવે છે. જો એન્જિનિયર ચા વેચે તો સમાજ શું કહેશે? આ વિચારીને તેણે થોડો સમય કાઢયો હતો . આખરે અંકિતે તેના પરિવાર સાથે આ વિષય પર ચર્ચા કરી. જે બાદ અંકિતના પરિવારજનો પણ માની ગયા હતા.

સમાજ અને લોકો વિશે વિચારવાનું બંધ કરીને અંકિતે એન્જિનિયર ચાયવાલાની શરૂઆત કરી. તેણે સ્પષ્ટ રીતે તેમના પર લખ્યું છે કે તે એક એન્જિનિયર છે, પરંતુ તે તેની નોકરીમાં અનુકૂળ નહોતો. તે ચાનો પણ શોખીન છે. તેના મતે ચા સારી મળતી ના હતી તેથી નોકરી છોડીને લોકોને ચા પીવડાવી રહ્યો છે.

જો તમે અંકિતની આવકની વાત કરવામાં આવે તો તો તે દરરોજ લગભગ 300 કપ ચા વેચે છે. અંકિતે પોતે જ કહ્યું હતું કે તે ચાના ધંધાથી દર મહિને દોઢથી બે લાખની આવક મેળવે છે. આટલી આવક એન્જીનિયરિંગની નોકરીમાં ના હતી.

divyansh

disabled