રમતા રમતા પાણીમાં પડી ગઈ દોઢવર્ષની માસુમ બાળકી, મદદ માટે તરફડીયા મારતી રહી, પરંતુ…. જુઓ હૃદય કંપાવી દેનારો વીડિયો
નાના બાળકોને સાચવવા ખુબ જ જરૂરી હોય છે, તે રમતા રમતા ઘણીવાર એવી હરકત પણ કરી દેતા હોય છે જેના કારણે તેમના જીવ ઉપર પણ મુશ્કેલીઓ ઉભી થઇ જાય છે અને તેના કારણે આખો પરિવાર પણ હેરાન પરેશાન થઇ જતો હોય છે. ઘણા નાના બાળકો પોતાના નાકમાં કે મોઢામાં ઘણીવાર એવી વસ્તુઓ નાખી દે છે જેના કારણે તકલીફ થઇ જાય છે.
પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે હેરાન કરી દેનારો છે. આ વાયરલ વીડિયો સામે આવ્યો છે કોટાના રાયપુરની શ્રી રાધે વિહાર કોલોનીમાંથી. જ્યાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ખાલી પ્લોટમાં ભરાયેલા પાણીમાં દોઢ વર્ષની બાળકી ડૂબી ગઈ હતી. છોકરી 3 મિનિટ સુધી પાણીમાં રડતી રહી. આ ઘટનાનો હ્રદયસ્પર્શી વીડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે અને આ વીડિયો જોનારા દરેકના રૂંવાડા ઉભા થઇ ગયા.
સદનસીબે રસ્તામાં એક વ્યક્તિની નજર આ બાળકી ઉપરર પડી અને બાળકીનો જીવ બચી ગયો. મળતી માહિતી મુજબ શ્રી રાધે વિહાર કોલોનીમાં સોમવારે બપોરે દોઢ વર્ષની બાળકી તેના ઘર પાસેના ખાલી પ્લોટમાં રમતી વખતે ડૂબી ગઈ હતી. તે 3 મિનિટથી વધુ સમય સુધી પાણીમાં ડૂબી રહી હતી. તે જ સમયે ઘરના લોકોને ખબર પડી અને તેઓ ચીસો પાડવા લાગ્યા. પરંતુ ત્યારપછી કોઈ અજાણ્યા રાહદારીએ આવીને બાળકીને પાણીમાંથી બહાર કાઢી પરિવારજનોને સોંપી હતી અને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
મહાવીર નગરના રહેવાસી અરવિંદ જૈને જણાવ્યું કે તેમના મિત્ર અમરચંદના ઘરે એક કાર્યક્રમ હતો. પરિવાર ઘરમાં વ્યસ્ત હતો. તેનો મિત્ર કોઈ કામ અર્થે બહાર ગયો હતો. તે જ સમયે તેની પુત્રી ભવ્યા પરેટા ઘર પાસેના ખાલી પ્લોટના પાણીમાં રમવા લાગી હતી અને તે ડૂબી ગઈ હતી. પરિવારજનોને જાણ થતાં તેઓના હોશ ઉડી ગયા હતા અને તેઓ બાળકીને શોધતા ઘરની બહાર નીકળી ગયા હતા.
ત્યારે કોઈ અજાણ્યો રાહદારી ત્યાં આવ્યો હતો અને તેણે બાળકીને ડૂબતી જોઈને પાણીમાં જઈને તેને સુરક્ષિત બચાવી બહાર કાઢી હતી. જે બાદ પસાર થનાર વ્યક્તિ પોતાનું નામ અને સરનામું જાહેર કર્યા વગર ત્યાંથી નીકળી ગયો હતો.તે કોણ હતો તે કોઈને ખબર નથી પરંતુ બાળકીના પરિવારજનો માટે તે કોઈ અજાણ્યા દેવદૂતથી ઓછો નહોતો.