પ્રાઈવેટ જેટમાં મસાજ સમયે રૂપાળી હસીના સાથે ઘપાઘપ કરવા લાગ્યો, જાણો ક્યાં વિવાદમાં ફસાયો દુનિયાનો સૌથી અમીર માણસ

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક પર એક મહિલા કર્મચારી સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ મામલો નિપટાવવા માટે વર્ષ 2018માં મહિલાને લગભગ 2 કરોડ રૂપિયા જેટલી રકમ આપવામાં આવી હતી. આ મહિલા એલન મસ્કના એયરોસ્પેસ ફર્મ SpaceXમાં ફ્લાઇટ અટેંડેંટનું કામ કરતી હતી. બિઝનેસ ઇનસાઇડરે એક રીપોર્ટમાં આ દાવો કર્યો છે. આરોપને લઇને એલન મસ્કની પણ પ્રતિક્રિયા સામે આવી છે. મહિલા અટેંડેંટ SpaceXના કોરપોરેટ જેટ ફ્લીટના કેબિન ક્રૂની મેંબર હતી. તે કોન્ટ્રાકેટ બેસિસ પર કામ કરતી હતી.

બિઝનેસ ઇનસાઇડર ઉપરાંત મસ્કે મહિલાને ઇરોટિક મસાજના બદલે એક ઘોડો ખરીદી આપવાની ઓફર આપી હતી. આ મામલો વર્ષ 2016નો છે. આ આરોપ અટેંડેંટની મિત્રએ એક ઘોષણાપત્ર જારી કરી લગાવ્યો છે. જે મહિલાના સપોર્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે. ઘોષણાપત્ર અનુસાર, અટેંડેંટની મિત્રએ જણાવ્યુ કે, ફ્લાઇટ અટેંડેંટની જોબ શરૂ કર્યા બાદ તેને મસાજ પ્રોફેશનલના લાયસન્સ માટે પ્રેરિત કરવામાં આવી હતી. આવું એટલા માટે કારણ કે તે મસ્કને મસાજ આપી શકે. જે બાદ મસ્કના પ્રાઇવેટ કેબિનમાં એક મસાજ દરમિયાન મસ્કે અટેંડેંટને શારીરિક સંબંધ બાંધવા માટે પૂછ્યુ હતુ.

જણાવી દઇએ કે, સમજોતા અંતર્ગત પીડિત મહિલાને Non-disclosure agreement પર સાઇન કરાવવામાં આવી હતી. એલન મસ્ક તરફથી આવેલી સંબંધ બાંધવાની ડિમાંડને અટેંડેંટે ના કહી દીધી હતી. રીપોર્ટ મુજબ તે બાદ અટેંડેંટને મહેસૂસ થયુ કે તેને કામ દરમિયાન સજા આપવામાં આવી રહી છે. વર્ષ 2018માં અટેંડેંટે કેલિફોર્નિયાના એક વકીલને ફાયર કરી અને આ મામલાને લઇને કંપનીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં એક શિકાયત દાખલ કરાવી. મામલાને લઇને કંપનીએ અટેંડેંટની મિત્ર સાથે વાત કરી અને જલ્દી જ આને નિપટાવી લીધો. આ મામલો કોર્ટ સુધી પણ ના પહોંચ્યો.

નવેમ્બર 2018માં એક સમજોતો થયો, જેમાં આ મામલાને લઇને કેસ ન કરવા બદલ અટેંડેંટને લગભગ 2 કરોડ જેટલા રૂપિયા આપવામાં આવ્યા અને આ મામલાને ગુપ્ત રાખવા માટે કહેવામાં આવ્યુ. રીપોર્ટ્સ અનુસાર, આ મિત્રએ કહ્યુ કે, આ એગ્રીમેન્ટનો હિસ્સો હું ન હતી, તો હું આ વિશે વાત કરી શકુ છું. મેં મારી મિત્રને જણાવ્યા વગર જ આ વિશે વાત કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યુ- એલન મસ્ક દુનિયાના સૌથી અમીર શખ્શ છે. આટલા શક્તિશાળી વ્યક્તિને કોઇ નુકશાન પહોંચાડી શકતુ નથી અને પછી પૈસા ફેકી મામલને નિપટાવવામાં આવે છે. આ ગેર જવાબદારી છે.

અટેંડેંટની મિત્રએ કહ્યુ- જયારે તમે ચૂપ રહેવાનો નિર્ણય કરી લો છો તમે તે સિસ્ટમનો હિસ્સો થઇ જાવ છો. તમે એ મશીનનો હિસ્સો બની જાવ છે જે મસ્ક જેવા વ્યક્તિને આવું ખોટુ કામ કરવાની ઇજાજત આપે છે. જણાવી દઇએ કે, આ  આરોપ પર એલન મસ્કની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, જો હું યૌન શોષણ જેવી વસ્તુમાં વિપ્ત હોતો તો મારા 30 વર્ષના કરિયરમાં આ પહેલા કેમ કોઇ મામલો સામે ન આવ્યો. એલન મસ્કે આ મામલાને રાજનીતિથી પ્રેરિત એક હિટ પીસ જણાવ્યો.

આ મામલાને લઇને તેમણે બે ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેમણે લખ્યુ- મારા ઉપર લાગેલા આરોપોને રાજનીતિના ચશ્માથી જોવા જોઇએ. આ તેમના સ્ટૈંડર્જ (ગંદુ) પ્લેબુક છે. પરંતુ સારા ભવિષ્ય અને ફ્રી સ્પીચના તમારા અધિકારની લડાઇથી મને કોઇ ભટકાવી નહિ શકે. ત્યાં વર્ષ 2021માં તેણે ટ્વીટ કરી લખ્યુ- આખરે આપણે આ સ્કૈંડલ માટે એલનગેટ નામનો ઉપયોગ કરી શકીએ છીએ.  આ એક રીતથી પરફેક્ટ છે.જયારે આ મામલાને લઇને SpaceXના લીગલ વાઇસ પ્રેસિડન્ટ ક્રિસ્ટોફર કર્ડાસી સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યુ- હું કોઇ સેટલમેન્ટ એગ્રીમેન્ટ વિશે કંઇ બોલવાનો નથી.

disabled