સિંગલ કે પરિણીતા માટે ખુબ કામનું છે આ મશીન, એટલો સંતોષ આપશે જે બોયફ્રેન્ડ કે પતિ નથી આપી શકતો - Chel Chabilo Gujrati

સિંગલ કે પરિણીતા માટે ખુબ કામનું છે આ મશીન, એટલો સંતોષ આપશે જે બોયફ્રેન્ડ કે પતિ નથી આપી શકતો

જયારે ઘરના ખૂણે-ખૂણા અને રસોડામાં સાફ સફાઇ કરવાની વાત આવે ત્યારે જ્યાં હાથ ન પહોંચી શકે એવી જગ્યાએ જો સાફ કરવાનું થાય તો એવું લાગે કે હે ભગવાન કોઈ ચમત્કાર કરો અને તેને સાફ કરી નાખો. તો આવો ચમત્કાર હવે થઇ ગયો છે. અમે તમને એક એવી જ ચમત્કારી વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ જે દરેક ખૂણાને સાફ કરે છે. જે કામ હાથથી કરવામાં તમને કલાકો લાગશે, તે કામ થોડી જ સેકન્ડમાં થઈ જશે. ઘરની સફાઈ એ એવું કામ છે કે જે કેટલાક લોકોને આનંદદાયક લાગે છે, પરંતુ મોટાભાગના લોકો તેને ટાળે છે.

જો કે સફાઈ દરેકને ગમે છે, પરંતુ કરે કોણ ? આ એક મોટો પ્રશ્ન છે, તો આજે અમે તેનો જવાબ લઈને આવ્યા છીએ. અમે Dyson V15 Detect વેક્યુમ ક્લીનર વિશે વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલા આ મશીનના લુકની વાત કરીએ તો દેખાવની બાબતમાં તે હોલીવુડની કોઈ ફિલ્મનું મોટું મશીનગન હોય તેવું લાગે છે. ઘરમાં વિવિધ વસ્તુઓ સાફ કરવા માટે ઘણા બ્રશ અને ક્લીનર્સ પણ આ સાથે મળશે. આ સાથે, તમારી પાસે કાર્પેટ સાફ કરવા માટે બે જોડાણો છે – એક મોટું અને એક નાનું.

ટાઇલ્સ સાફ કરવા માટે એક એન્ટિ-સ્ટેટિક જોડાણ પણ છે, જે લેસર લાઇટથી ફ્લોર પર ધૂળના કણોને પણ પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત બે નાયલોન બ્રશ એટેચમેન્ટ જેમાં એક સોફ્ટ અને બીજું હાર્ડ છે. હાથ ન પહોંચે તેવી નાની જગ્યાઓ સાફ કરવા માટે અલગ બ્રશ પણ આપવામાં આવે છે. તમે તમારુ કામ પૂર્ણ કરી તેને તેને દિવાલ પર પણ લટકાવી શકો છો, આ માટે એક દિવાલ માઉન્ટ પણ આપવામાં આવ્યું છે. તે જોવામાં એટલું સુંદર છે કે જો કોઈ તેને પહેલીવાર જુએ તો તે ઓળખી શકશે નહીં કે તે વેક્યુમ ક્લીનર છે. તેની સાથે આવતી પાઈપ એટલી લાંબી હોય છે કે તેની મદદથી પંખાને પણ સરળતાથી સાફ કરી શકાય છે.

જો કે ઇન્સ્ટોલેશન પછી પાઇપ થોડી ભારે થઈ જાય છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં અસ્વસ્થતા નથી અનુભવાતી. લેસર લાઈટ વડે સફાઈની વાત કરીએ તો આપણે આપણી આંખોથી જે જોઈ શકીએ છીએ તેના કરતાં તે ઘણી સારી સ્વચ્છતા દર્શાવે છે. આ વેક્યૂમ ક્લીનરથી સાફ સફાઇ કર્યા પછી, તમે જોઈ શકશો કે ફ્લોર પર કોઈ ધૂળના કણો કે વાળ વગેરે દેખાશે નહીં. વાસ્તવમાં તે એક અલગ જ અનુભવ આપે છે. મોડ્સની વાત કરીએ તો તેમાં 4 મોડ ઉપલબ્ધ છે.

ઓટો, ઇકો, મિડ અને ફુલ. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની સફાઈ દરમિયાન થઈ શકે છે. જો તમે તેનો ઓટો મોડમાં ઉપયોગ કરશો તો તમને વધુ બેકઅપ મળશે. તેમાં લગાવવામાં આવેલ સેન્સર જરૂરિયાત મુજબ પાવરને વધારતા અને ઘટાડતા રહે છે. એકવાર તેને ફુલ ચાર્જ કર્યા પછી ઓટો મોડમાં 50 મિનિટથી વધુનો બેકઅપ મળે છે. જો તમે તેને ફુલ મોડમાં ચલાવો છો, તો તમને 20 મિનિટ સુધીનો બેકઅપ મળશે. જો કે તેમાં રહેલી બેટરીને એકવાર ફુલ ચાર્જ થવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે.

જણાવી દઇએ કે, જ્યારે ડબ્બામાં ધૂળ ફેંકવાની વાત આવે છે, ત્યારે તે ખૂબ જ સરળ છે. આગળના ભાગમાં એક નાનું લિવર ફીટ કરવામાં આવે છે, જેને દબાણ કરવામાં આવે ત્યારે, વેક્યૂમ ક્લીનરનો આગળનો ભાગ ખુલે છે, જેનાથી બધી ધૂળ સંપૂર્ણપણે બહાર નીકળી જાય છે. તે બંદૂક લોડ કરવા જેવો અનુભવ આપે છે.

Live 247 Media

disabled