સાયરસ મિસ્ત્રી કાર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, આ વ્યક્તિની લાપરવાહીના કારણે થયો હતો અકસમાત, 2 મહિના બાદ કેસ થયો દાખલ - Chel Chabilo Gujrati

સાયરસ મિસ્ત્રી કાર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, આ વ્યક્તિની લાપરવાહીના કારણે થયો હતો અકસમાત, 2 મહિના બાદ કેસ થયો દાખલ

બે મહિના પહેલા એટેલ કે 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાસા, ચરોટી ખાતે આવેલા સૂર્યા બ્રિજ પાસે એક માર્ગ અકસ્માતમાં ભારતના ખ્યાતનામ ઉદ્યોગ પતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ટ્રીનું અવસાન થયું હતું. આ ઉપરાંત તેમની સાથે કારમાં ત્રણ લોકો સવાર હતા જેમાંથી એકનું મોત અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. બે મહિના પછી તપાસમાં જાણવા મળ્યું કે ઓવરટેક કરવાને કારણે કારને અકસ્માત થયો હતો.

પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીનું વાહન ચલાવતી ડૉ. અનાહિતા પંડોલે વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કાસા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોતના સંબંધમાં પોલીસે શનિવારે મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પાલઘર પોલીસે કારની ડેટા ચિપના વિશ્લેષણ, મર્સિડીઝ બેન્ઝના અંતિમ અહેવાલ અને પંડોલના પતિ ડેરિયસ પંડોલેના નિવેદનના આધારે આ કેસ નોંધ્યો છે.

ડૉ. પંડોલે ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમ હેઠળ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે મોત માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંડોલે, ડેરિયસ અને મિસ્ત્રી ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા, પરંતુ કારને પાલઘરમાં સૂર્યા નદીના પુલ પર અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં મિસ્ત્રીના મિત્ર ડેરિયસનું મોત થયું હતું.

આ ઉપરાંત અનાહિતા પંડોલે અને ડેરિયસ પંડોલે ઘાયલ થયા હતા. આ મામલાની તપાસ જવાહર વિભાગના ડીવાયએસપી પ્રશાંત પરદેસી કરી રહ્યા હતા. પ્રાદેશિક પરિવહન અધિકારી, મર્સિડીઝ બેઝ ઈન્ડિયા પુણે કંપની, ઘટના સમયે ત્યાં હાજર એક પ્રત્યક્ષદર્શી દ્વારા તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે અકસ્માત ઓવરટેકને કારણે થયો હતો. આ કેસમાં પોલીસે કાર ચલાવી રહેલી અનાહિતા પંડોલે સામે ગુનો નોંધ્યો છે.

Uma Thakor

disabled