ઘરમાં જો કંકાશ થતો હોય તો ઘરના મંદિરમાં ક્યારેય ના રાખવી આ 5 વસ્તુઓ - Chel Chabilo Gujrati

ઘરમાં જો કંકાશ થતો હોય તો ઘરના મંદિરમાં ક્યારેય ના રાખવી આ 5 વસ્તુઓ

આપણા ઘરની અંદર રાખેલા મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તો આજે આપણે જાણીએ કે ઘરના મંદિરમાં એવી કઈ વસ્તુ ન હોવી જોઈએ કે જેના કારણે ઘરના આર્થિક તંગી આવે છે અને કજિયા-કંકાશ થયા જ કરે છે. આ જાણીને તમે હેરાન થઇ જશો –

ક્યારેય પણ ખંડિત થઇ ગયેલી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ખંડિત મૂર્તિઓ એટલે કે મૂર્તિ કોઈ પણ પ્રકારે તૂટેલી કે તિરાડ વાળી હોય તો તેને ઘરમાં રાખવી ન જોઈએ. જે પણ મૂર્તિ ખંડિત થઇ જાય તેને ઘરના મંદિરમાંથી હટાવી દેવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. આવી મૂર્તિઓ આપણા ઘરમાં સુવિધાઓમાં વિક્ષેપ નાખે છે.

ઘરના મંદિરમાં બધા જ લોકો ગણેશજીની મૂર્તિ રાખે છે. પરંતુ મંદિરમાં ક્યારેય પણ ગણેશજીની 3 મૂર્તિઓ ન હોવી જોઈએ. કહેવાય છે એક જેવી જ ત્રણ મૂર્તિ ક્યારેય એક જગ્યા પર ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આમ કરવાથી મનુષ્યની ધ્યાન ભટક્યા કરે છે. જે ઠીક નથી. તેથી જો ગણેશજીની ત્રણ મૂર્તિ ઘરમાં હાજર હોય તો એક મૂર્તિને વિધિવત રીતે પાણીમાં પધરાવી દેવી જોઈએ.

ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલ-હાર, પાન ક્યારેય પણ ધોયા વિના ન ચઢાવો. આ વસ્તુઓ ભગવાનને ચઢાવતા પહેલા પાણીથી એકવાર ચોક્કર ધોઈ કાઢો. આ સિવાય જો તમે સવારે પૂજાના સામે ભગવાનને ફૂલ-હાર ચઢાવ્યા હતા એ સાંજે પૂજા કરતા પહેલા ત્યાંથી લઇ લેવા જોઈએ. જો સુકાઈ ગયેલા ફૂલ ત્યાં રહે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. અને ઘરમાં કજિયા વધી જાય છે.

શાસ્ત્રો પ્રમાણે ઘરના મંદિરમાં વધુ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખીએ છીએ તો આ શિવલિંગ આપણા અંગૂઠાના આકારથી વધુ મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ જ કારણે ઘરના મંદિરમાં નાનું જ શિવલિંગ રાખવું શુભ માનવામાં આવે છે.

આ સિવાય પણ બીજી ઘણી બાબતો છે જેનું ધ્યાન રાખવું પડે છે જેમ કે ઘરમાં મંદિરની ઉપર કોઈ પણ નકામી કે ભારે વસ્તુઓ ન મુકો. ભગવાનનું મંદિર ઉપરથી ખાલી હોવું જોઈએ અને મંદિર પર ગુંબજ હોવો જોઈએ.જો ઘરમાં પૂજા માટે શંખ રાખતા હોવ તો વાંધો નથી પરંતુ બે શંખ ન હોવા જોઈએ, જો મંદિરમાં બે શંખ હોય તો એમાંથી એક શંખ હટાવી દો.

 

Uma Thakor

disabled