અમદાવાદમાં પહેલા તો દિયરે ભાભી સામે ઉતારી દીધુ પેન્ટ અને પછી કહ્યુ- આજે તો તને બધુ બતાવી દઉં…પછી અચાનક જ

અમદાવાદમાં લફંગા દિયરે ભાભીની ખુલ્લેઆમ છેડતી કરી … વહુએ બૂમાબૂમ કરતા સસરાં બોલ્યા- અમારા દીકરાને બદનામ કરે છે પછી

ગુજરાતમાંથી ઘણીવાર છેડતીના અને બળાત્કારના કિસ્સાઓ બનતા હોય છે. મહિલાઓ સાથે બહારના કોઇ વ્યક્તિ દ્વારા અથવા તો પરિવારના કોઇ સભ્ય દ્વારા છેડતી અથવા તો અપમાનના કિસ્સાઓ સામે આવતા રહે છે. મહિલા હવે તો પોતાના ઘરમાં પણ પોતાને સુરક્ષિત મહેસૂસ કરતી નથી. ત્યારે અમદાવાદમાંથી એક કિસ્સો એવો સામે આવ્યો જેમાં એક દિયરે ભાભી સામે પોતાનું પેન્ટ ઉતારી કહ્યુ કે આજે તો તને બધુ બતાવી દઉં. આ સમગ્ર મામલે મહિલાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત જોઇએ તો, અમદાવાદના જૂના વાડજમાં પરિવાર સાથે રહેતી એક 34 વર્ષિય મહિલા તેની સાસુની સેવા કરવા જઇ રહી હતી તે દરમિયાન ચાલીમાંં રહેતા મહિલાના દિયરે તેની સામે જોઇ કહ્યુ કે, કેમ મારી સામે જોઇ થૂકે છે. ત્યાર બાદ મહિલાએ કહ્યુ કે, કેમ મારી પાછળ એક્ટિવા લઇને આવે છે અને છેડતી કરે છે. જણાવી દઇએ કે, આ ઘટના એક મહીના પહેલાની છે. 17-18 સપ્ટેમ્બરના રોજ મહિલાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ બાદ મહિલાના દિયરે તેની સામે પેન્ટ ઉતાર્યુ હતુ અને કહ્યુ આજે તને બધુ બતાવી દઉં. મહિલા ગભરાઇ ગઇ અને તેણે બુમાબુમ કરી તો તેના સસરા આવ્યા અને તેમણે કહ્યુ કે, કેમ મારા દીકરાને બદનામ કરે છે, આ બાદ તકરાર શરૂ થઇ હતી અને તે બાદ મહિલાની દેરાણી ઇંટ લઇને આવી અને મહિલાને પેટ અને શરીરના ભાગે મારવા જતા બધા ભેગા થઇ ગયા હતા આ બાબતે મહિલાએ પોલિસને જાણ કરી અને વાડજ પોલિસે ચાર લોકો સામે છેડતી અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

disabled