મયુરસિંહ રાણા પર હુમલો કરીને ભૂગર્ભમાં છુપાઈ ગયેલા દેવાયત ખવડે હવે લીધું એવું પગલું કે તમને પણ માન્યામાં નહિ આવે, જુઓ શું કર્યું ? - Chel Chabilo Gujrati

મયુરસિંહ રાણા પર હુમલો કરીને ભૂગર્ભમાં છુપાઈ ગયેલા દેવાયત ખવડે હવે લીધું એવું પગલું કે તમને પણ માન્યામાં નહિ આવે, જુઓ શું કર્યું ?

“રાણો રાણાની રીતે” કહેનારો દેવાયત થઇ ગયો છે અન્ડરગ્રાઉન્ટ, બચવા માટે મારી રહ્યો છે હવાતિયાં, જાણો હવે શું કર્યું તેને ?

ગુજરાતમાં હાલ એક નામ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને આ નામ છે દેવાયત ખવડનું. દેવાયત આમ તો ગુજરાતનો લોકોપ્રિય ડાયરા કલાકાર અને લોકસાહિત્યકાર છે, પરંતુ હાલ તે એક યુવક મયુર સિંહ રાણા પર કરવામાં આવેલા હુમલાને લઈને ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં દેવાયત અને તેનો એક સાથે મયુર સિંહને લોખંડના સળિયાથી માર મારતો પણ જોવા મળી રહ્યો છે.

દેવાયત ખવડ કાળા કાચ વાળી સ્વીફ્ટ કારમાં આવ્યો હતો અને જયારે મયુરસિંહ બપોરના સમયે જમવા માટે ઓફિસમાંથી નીકળીને ઘર તરફ જવા માટે જતો હતો ત્યારે જ દેવાયતે કાર ઉભી રાખી તેમાંથી દેવાયત અને અન્ય વ્યક્તિ લોખંડના સળિયા લઈને બહાર આવ્યા અને મયુરસિંહને માર મારી ફરાર થઇ ગયા હતું . જેના બાદ મયુરસિંહને તાત્કાલિક સારવાર માટે સિવિલ અને પછી ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો.

મયૂરસિંહે આ હુમલા બાબતે દેવાયત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસે કેસ નોંધ્યો અને દેવાયતને પકડવા માટે તજવીજ  હાથ ધરી હતી. દેવાયતના રાજકોટ સ્થિત આલીશાન ઘરમાં પોલીસે તપાસ કરી પરંતુ ઘરે તાળું હતું, તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, જેના બાદ પોલીસ તેના વતન મુળી દુધઈ ગામમાં પણ પહોંચી હતી, છતાં પણ દેવાયતનો કોઈ અત્તો પત્તો લાગ્યો નહોતો.

ત્યારે હવે આ મામલે દેવાયત દ્વારા એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે.  મીડિયા રિપોર્ટ અનુસાર દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તમને જણાવી દઈએ કે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ મયુરસિંહ રાણાને માર મારવા બદલ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Uma Thakor

disabled