પતિનું સાથે આવું થયું તો પત્નીએ દિયરના પ્રેમમાં પડીને પોલીસ સ્ટેશનમાં પહોંચી કર્યા લગ્ન - Chel Chabilo Gujrati

પતિનું સાથે આવું થયું તો પત્નીએ દિયરના પ્રેમમાં પડીને પોલીસ સ્ટેશનમાં પહોંચી કર્યા લગ્ન

પત્ની ધીરે ધીરે પોતાના દિયરના પ્રેમમાં પડી હતી. રસપ્રદ સ્ટોરી વાંચીને ચકિત થઇ જશો

સોશિયલ મડિયા અને સમાચાર પત્રોમાં આપણે ઘણી પ્રેમ કહાણીઓ જોતા હોઈએ છીએ, દિયર ભાભીના સંબંધો વિષે પણ અવાર નવાર આવતું જોવા મળે છે ત્યારે હાલમાં જ એક દિયર ભાભીના લગ્નના સમાચાર આવ્યા છે.

બિહારના સીતામઢીમાં એક દિયરે પોતાની ભાભી સાથે પોલીસ સ્ટેશનમાં જઈને લગ્ન કર્યાના સમાચાર હાલમાં ખુબ જ ચર્ચાઈ રહ્યા છે. ગુરુવારના રોજ આ દિયર ભાભીએ પોલીસ સ્ટેશનમાં જઈને અનોખી રીતે લગ્ન કર્યા છે.

સીતામઢીના પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલા શિવમંદિરમાં બંનેને લગ્નના સાત ફેરા લીધા હતા. પંડિતે પણ વિધિ વિધાન સાથે લગ્ન સંપન્ન કરાવ્યા અને જાનૈયાઓ સાથે પોલીસ કર્મીઓ પણ આ લગ્નમાં જોડાયા હતા. અને બધાએ વર-કન્યાને આશીર્વાદ પણ આપ્યા હતા.

મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ માલતી કુમારીની પહેલથી દિયર આ મહિલા સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો. મહિલાના પતિનું નું કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું હતું.  તેના પતિના અવસાન બાદ તેના જ દિયર સાથે તે રહેતી હતી. એ દરમિયાન જ બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા.

પરંતુ લગ્ન માટે તેનો દિયર તૈયાર નહોતો અને બહાના બનાવતો હતો. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. ગામના લોકો પણ મહિલાના સાથમાં આવીને ઉભા રહ્યા.  મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દ્વારા હસ્તક્ષેપ કરીને દિયરને લગ્ન માટે રાજી કરવામાં આવ્યો અને છેલ્લે બંનેના લગ્ન પોલીસ સ્ટેશનમાં જ સંપન્ન કરવામાં આવ્યા.

મહિલાના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. ત્યારબાદ તેને એક બાળક પણ છે. પતિના મૃત્યુ બાદ દિયર ભાભી પતિ પત્નીની જેમ જ સાથે રહેતા હતા. પરંતુ લગ્ન માટે દિયર તૈયાર થતો નહોતો, જેના બાદ મહિલાની ફરિયાદ બાદ લગ્ન માટે રાજી થવું પડ્યું.

Uma Thakor

disabled