મહિલા PSIએ બળાત્કારના આરોપી સાથે પહેલા મિત્રતા કરી પછી મળવા બોલાવી પછી એવું થયું કે આગળનું સાંભળીને ધ્રુજી જશો

સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલનો ઉપયોગ ટ્રોલિંગ અને અન્ય ગુના માટે ઘણીવાર કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે ફેક પ્રોફાઈલની મદદથી એક આરોપીને ઝડપી પાડવામાં મહિલા પોલિસને સફળતા મળી છે. આ ઘટના દિલ્હીની છે અને આ મામલો બળાત્કાર સાથે જોડાયેલો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રીપોર્ટ અનુસાર દિલ્હી પોલીસને 30 જુલાઈ 2021ના રોજ એક ફોન આવ્યો હતો. આ ફોન હોસ્પિટલમાંથી કરવામાં આવ્યો હતો. ફોન પર કહેવામાં આવ્યું હતું કે 16 વર્ષની છોકરી પર બળાત્કાર થયો છે અને પીડિતાનો પ્રેગ્નન્સી રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ મુજબ, માહિતી મળતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી અને બાળકીનું નિવેદન નોંધ્યું. થોડી આનાકાની બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી. ફરિયાદ અનુસાર, પીડિતાએ જણાવ્યું કે તે થોડા મહિના પહેલા એક વ્યક્તિને મળી હતી. જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પીડિતાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરોપીએ તેની અવગણના કરવાનું શરૂ કર્યું.

તેણે વધુમાં કહેયુ કે, તેણે પોતાનો ફોન નંબર પણ ન આપ્યો અને અચાનક ગાયબ થઈ ગયો. આ મામલામાં એફઆઈઆર નોંધાયા બાદ સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા સૈનીએ તપાસ શરૂ કરી. ડાબરી પોલીસ સ્ટેશનના SHOએ એક ટીમ બનાવી. ટીમે ફેસબુક પર આરોપીને શોધવાનું શરૂ કર્યું. સબ ઇન્સ્પેક્ટર સૈનીએ આરોપીના નામવાળી લગભગ 100 પ્રોફાઇલ માર્ક કરી હતી. તમામ પ્રોફાઈલ પીડિતાને બતાવવામાં આવી હતી. જેમાંથી એક તેણે આરોપીની પ્રોફાઈલ તરીકે ઓળખાવી હતી. આરોપીની પ્રોફાઈલની ઓળખ થયા બાદ સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા સૈનીએ ફેક પ્રોફાઈલ બનાવી હતી. આરોપીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. જે બાદ સૈનીએ આરોપી સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું.

સૈનીએ આરોપીને પોતાનો નંબર આપવા કહ્યું. આરોપીએ આમ કરવાની ના પાડી. જો કે, આરોપીએ સૈનીને મળવા બોલાવ્યો અને કહ્યું કે જ્યારે તેઓ મળશે ત્યારે તે પોતાના વિશે બધું જ જણાવી દેશે. 31 જુલાઈના રોજ આરોપીએ સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા સૈનીને દશરથ પુરી મેટ્રો સ્ટેશન પાસે મળવા બોલાવ્યો હતો. સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ મળવા બોલાવ્યા બાદ મેટ્રો સ્ટેશનની બહાર સાદા કપડામાં પોલીસ કોન્સ્ટેબલ તૈનાત હતા. આ દરમિયાન આરોપીઓએ લોકેશન બદલી પ્રિયંકાને દ્વારકા સેક્ટર-1માં બોલાવી હતી. થોડા સમય પછી તેણે ફરી લોકેશન બદલ્યું અને પ્રિયંકાને શ્રી માતા મંદિર મહાવીર એન્ક્લેવ બોલાવી. જ્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે દ્વારકામાં બ્રેસલેટની દુકાનમાં કામ કરે છે. છેલ્લા 15 મહિનામાં તે 6 છોકરીઓને મળ્યો છે. આરોપીએ એ પણ જણાવ્યું કે તે ક્યારેય પોતાની અંગત માહિતી છોકરીઓને આપતો નહોતો. હંમેશા નકલી નામો આપતો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ અવગણતો હતો. ક્યારેય પકડાઈ ન જાય તે માટે તે પોતાનું ઘર પણ બદલી નાખતો હતો. આરોપીએ ખુલાસો કર્યો કે છેલ્લા દોઢ વર્ષમાં ઘણી છોકરીઓ સાથે તેણે આવું કર્યું છે. હાલ આરોપીઓ જેલના સળિયા પાછળ છે. પરંતુ લેડી સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકાના જુસ્સાના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

After post

disabled