આ વકીલ છે રૂપરૂપનો અંબાર, બ્લાઉઝ ના પહેરવાને લઈને પણ થઇ ચુકી છે ટ્રોલ, વકીલાત છોડીને આ મહિલા બની ગઈ કન્ટેન્ટ ક્રિકેટર, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

આ વકીલ છે રૂપરૂપનો અંબાર, બ્લાઉઝ ના પહેરવાને લઈને પણ થઇ ચુકી છે ટ્રોલ, વકીલાત છોડીને આ મહિલા બની ગઈ કન્ટેન્ટ ક્રિકેટર, જુઓ વીડિયો

આ વકીલ છે રૂપરૂપનો અંબાર, બ્લાઉઝ ના પહેરવાને લઈને પણ થઇ ચુકી છે ટ્રોલ, વકીલાત છોડીને આ મહિલા બની ગઈ કન્ટેન્ટ ક્રિકેટર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ બની ગયુ છે કે જેના દ્વારા લોકો પોતાનું ટેલેન્ટ બતાવી અથવા તો ક્રિએટર બની ઘણી ખ્યાતિ મેળવે છે. આજે ઘણા એવા લોકો છે જેમને સોશિયલ મીડિયાએ સ્ટાર બનાવી દીધા છે. કેટલાય લોકો એવા છે જેમનામાં ટેલેન્ટ હતુ પણ મંચ નહોતો મળતો. પણ હવે સોશિયલ મીડિયા એ મંચ બની ગયુ છે કે લોકો પોતાના ટેલેન્ટને દુનિયા સમક્ષ બતાવે છે અને પોતાનું આગવું નામ દેશ અને દુનિયામાં બનાવે છે.

આવું જ એક નામ છે નિધિ ચૌધરીનું. જે આજે સોશિયલ મીડિયામાં પોતાના નામનો ડંકો વગાડે છે. નિધિ ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેની ડ્રેસિંગ સેન્સને કારણે તો ક્યારેક વાસ્તુ ટિપ્સ આપવાને કારણે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે નિધિએ કાયદાની પ્રેક્ટિસ પણ કરી છે. એક સમયે નિધિ ચૌધરી દિલ્હીની સાકેટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી હતી. તેના પિતા ઇચ્છતા હતા કે તેની પુત્રી જ્યુડિશિયરીમાં જાય, પરંતુ નિધિ ચૌધરીએ કન્ટેન્ટ ક્રિએટર બનવાનું નક્કી કર્યું.

નિધિએ જણાવ્યું કે તેનો જન્મ દિલ્હીમાં થયો છે, પરંતુ તેનો પરિવાર બિહારના મધુબનીનો રહેવાસી છે. જ્યારે તે કોર્ટમાં જતી હતી ત્યારે પણ લોકો તેને ફેશન વિશે પ્રશ્નો પૂછતા હતા કે તેણે આ બેગ ક્યાંથી ખરીદી કે પછી તેણે સાડી ક્યાંથી ખરીદી ? નિધિ ચૌધરી આધ્યાત્મિકતા, જ્યોતિષ, વાસ્તુને લગતા વિડિયો પણ બનાવે છે અને સાથે જ ફેશન અને સૌંદર્ય અંગે ટિપ્સ પણ આપે છે. યુટ્યુબ પર તેના 5 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના 2.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

નિધિ ચૌધરીના વીડિયો ભૂતકાળમાં પણ ઘણા વાયરલ થઈ ચૂક્યા છે. એકવાર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી જ્યારે લોકોને લાગ્યું કે નિધિ ચૌધરી બ્લાઉઝ વિના સાડી પહેરીને જ્યોતિષ ટિપ્સ આપી રહી છે. બ્લાઉઝ ખરીદવા માટે ઘણા લોકોએ નિધિ ચૌધરીને પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા. નિધિ ચૌધરીએ જણાવ્યું કે તે 2016માં બીમાર પડી હતી. 3 મહિના સુધી પથારીમાં રહેવું પડ્યું. આ દરમિયાન તેણે સુંદરતા પર લખવા માટે એક બ્લોગ બનાવ્યો.

પણ નખ મોટા હોવાને કારણે તેને ટાઈપ કરવામાં સમસ્યા થતી. તેથી તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેના પહેલા વિડિયોને થોડા જ દિવસોમાં 10 હજાર વ્યૂઝ મળ્યા હતા. જો કે, યુટ્યુબમાંથી તેની પ્રથમ આવક મેળવવામાં તેને 8 મહિનાનો સમય લાગ્યો હતો. નિધિ ચૌધરી જણાવે છે કે તેણે ગૂગલને પૂછીને બધું શીખી લીધું છે. નિધિ ચૌધરીએ જણાવ્યું કે તેણે પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ કર્યું છે. તે શિક્ષક અથવા પ્રોફેસર બનવા માંગતી હતી,

 

View this post on Instagram

 

A post shared by Nidhi Chaudhary (@thenidhichaudhary)

પરંતુ તેના પરિવારના સભ્યોના કહેવાથી તેણે 3 વર્ષ સુધી એલએલબીનો અભ્યાસ કર્યો. તેણે કહ્યું કે દિલ્હી કોર્ટમાં તેની પ્રેક્ટિસ દરમિયાન તેણે ઘણી એવી વસ્તુઓ જોઈ જે તેના માટે ખૂબ જ સંવેદનશીલ હતી. ત્યાં સુધીમાં યુટ્યુબથી કમાણી થવા લાગી હતી અને તેણે ફુલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર બનવાનું નક્કી કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Chaudhary (@thenidhichaudhary)

Live 247 Media

disabled