15 કલાક સુધી શોધખોળ કર્યા બાદ 17 મહિલાઓ એવી જગ્યાએથી મળી કે વિચારીને જ માથુ ભમી જશે- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

15 કલાક સુધી શોધખોળ કર્યા બાદ 17 મહિલાઓ એવી જગ્યાએથી મળી કે વિચારીને જ માથુ ભમી જશે- જુઓ વીડિયો

ઘણીવાર ગુજરાત સમેત દેશભરમાંથી કાળા કામનો પર્દાફાશ થતો હોય છે. એવું બને છે કે ઘણી જગ્યાએ સ્પાના નામ પર દેહવેપારનો ધંધો ચાલતો હોય છે તો ઘણીવાર ડાંસ બાર પર કંઇ આડુ અવળુ કામ છોકરીઓ પાસે કરાવવામાં આવતુ હોય છે. ત્યારે મહારાષ્ટ્રની મુંબઇ પોલિસે એક ડાંસ બારમાં રેડ કરી 17 છોકરીઓને બરામદ કરી હતી. પોલિસે શહેરના મશહૂર દીપા ડાંસ બારમાં છાપેમારી કરી હતી અને ત્યાંથી ઘણા કલાકોની શોધખોળ બાદ એક સીક્રેટ રૂમમાંથી 17 છોકરીઓને પકડી હતી. આ બારમાં સીક્રેટ રૂમ મેકઅપ રૂમની દિવાલમાં લાગેલા મિરર પાછળ ગુપ્ત રીતે બનાવવામાં આવ્યો હતો.

પોલિસ માટે આ સીક્રેટ રૂમ સુધી પહોંચવું સરળ નહોતુ. આ માટે સમાજ સેવા શાખાએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હકીકતમાં, હેમર વડે મેકઅપ રૂમમાં લાગેલ કાચ તોડ્યા પછી ગુપ્ત રૂમમાં જવાનો રસ્તો મળ્યો હતો. પોલીસ ટીમના અધિકારીઓને આશ્ચર્ય થયું જ્યારે તેમણે જોયું કે બાર ગર્લ્સને બેઝમેન્ટમાં રાખવામાં આવી હતી. અહીંથી 17 છોકરીઓની અટકાયત કરવામાં આવી. હથોડી વડે દિવાલ તોડીને પોલીસ જ્યારે સિક્રેટ રૂમમાં પહોંચી તો અંદર એસી અને બેડ હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચે અંધેરીના દીપા બારમાં દરોડા પાડીને આ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ડાન્સ બાર ગુપ્ત રીતે ચલાવવાની માહિતી મળી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે દીપા ડાન્સ બારના મેનેજર અને કેશિયરની પણ ધરપકડ કરી હતી. આ ડાન્સ બારમાં આધુનિક ઈલેક્ટ્રીક સિસ્ટમ એટલી સારી રીતે ગોઠવવામાં આવી હતી કે અહીં પોલીસની ગાડી બારમાં પ્રવેશી અને આંખના પલકારામાં તમામ બાર ડાન્સરો ડાન્સ ફ્લોર પરથી ગાયબ થઈ જાય. દીપા બારમાં પહેલા તો પોલીસે વોશરૂમ, સ્ટોર રૂમ અને રસોડાના ખૂણે ખૂણે શોધખોળ કરી પણ તેમને કંઈ મળ્યું ન હતું.

બારના મેનેજર, કેશિયર, વેઈટર સહિતના અન્ય સ્ટાફની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેઓપણ કંઇ બોલ્યા નહિ, જે બાદ પોલીસને મેક-અપ રૂમમાં અરીસા પર શંકા ગઈ. જે બાદ દિવાલથી કાચને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેને દિવાલમાં એવી રીતે લગાવવામાં આવ્યો છે કે તેને હટાવવો અશક્ય છે. પછી શું તરત જ પોલીસે મોટી હથોડી મંગાવી અને કાચ તોડી નાખ્યો. આ દરમિયાન એક મોટો સીક્રેટ રૂમ મળ્યો. જેમાં 17 ગર્લ્સ છુપાયેલી હતી. પોલીસને તેમને શોધવામાં 15 કલાકનો સમય લાગ્યો હતો. જ્યાં છોકરીઓ છુપાઈ રહી હતી ત્યાં ખાવાથી લઈને પીવા સુધીની તમામ સુવિધાઓ હતી.

મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાના અધિકારીને એનજીઓ તરફથી ફરિયાદ મળી હતી કે બારમાં કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બારમાં ભારે ભીડ એકઠી થાય છે અને ગ્રાહકો દરરોજ લાખો રૂપિયા ખર્ચે છે. બાર ગર્લ્સના કારણે બાર આખી રાત ખુલ્લી રહે છે અને સ્થાનિક પોલીસને તેની કોઈ જાણ નથી. ફરિયાદના આધારે પોલીસે બારમાં દરોડો પાડ્યો અને આ દરમિયાન જે સામે આવ્યુ તે જોઇ તો પોલીસ પણ દંગ રહી ગઇ. પોલિસે આ ઘટના સાથે જોડાયેલા 20 લોકો સામે એફઆઈઆર નોંધી છે અને બારને સીલ કર્યુ છે. જણાવી દઇએ કે, આ કિસ્સો ડિસેમ્બર 2021નો છે.

Live 247 Media

disabled