સુરતના વર્ષે 100 કરોડનું ટર્નઓવર કરાવતા પરિવારની 9 વર્ષની દીકરીએ લીધી દીક્ષા, પરિવારે ધામધૂમથી યોજ્યો સમારંભ, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

સુરતના વર્ષે 100 કરોડનું ટર્નઓવર કરાવતા પરિવારની 9 વર્ષની દીકરીએ લીધી દીક્ષા, પરિવારે ધામધૂમથી યોજ્યો સમારંભ, જુઓ તસવીરો

જાહોજલાલી અને વૈભવી જીવન છોડીને નાની ઉંમરમાં જ સંયમના માર્ગ પર ચાલી નીકળી આ કરોડપતિ પરિવારની 9 વર્ષની દીકરી…

આપણા દેશમાં ઘણા લોકો એવા હોય છે જેમને સંસારમાંથી મોહમાયા ચાલી જાય છે અને પછી તે વૈરાગ્ય અપનાવી લેતા હોય છે. તેમની કરોડો લાખોની સંપત્તિ પણ તેઓ ત્યજી દેતા હોય છે અને સુખ સુવિધા, એશો આરામ છોડીને તે સૈયમના માગર પર ચાલી નીકળતા હોય છે. તો વળી જૈન ધર્મમાં  આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાની ઉંમરમાં જ લોકો દીક્ષા લેટઃ હોય છે.

હાલ સુરતના ધનાઢ્ય પરિવારમાંથી એક એવા હીરા વેપારી મોહનભાઇ સંઘવીની પૌત્રી અને ધનેશ સંઘવી અને અમીબેનની 9 વર્ષની દીકરી દેવશી દીક્ષા ધારણ કરી રહી છે. દેવશીનો દીક્ષા મહોત્સવ 14 જનયુરી રોજથી જ સુરતના વેસુમાં શરૂ થયો હતો. જેના બાદ આજે બુધવારે સવારે 6.30 કલાકે તેની દીક્ષા શરૂ થઇ. આ દીક્ષા મહોત્સવમાં 35 હજાર લોકોએ હાજરી આપી હતી.

સુરતના અઠવાલાઇન્સ માર્ગ પર દેવાંશીની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી. સુરતના જાણીતા હીરા ઉંધિયોગપતિ સંઘવી પરિવારની દીકરી દેવાંશીએ દીક્ષા લઈને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વરસીદાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોઈ રાજવીની જેમ દેવાંશીની આ વરસીદાન યાત્રા નીકળી હતી. હાથી, ઘોડા, બેન્ડ બાજા સાથે ધામ ધૂમથી વરસીદાન યાત્રા નીકળી હતી. જેના બાદ વેસુના બલર ફાર્મ ખાતે દેવાંશીએ દીક્ષા લીધી હતી.

દેવાંશીએ જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી. ત્યારે હવે દીક્ષા લીધા બાદ દેવશી પૂજ્ય સાધ્વી દિગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. તરીકે ઓળખાશે. ગઈકાલે મંગળવારના રોજ દેવશીની ભવ્યાતિભવ્ય વર્ષીદાન યાત્રા પણ નીકળી હતી. દેવાંશીના આ દીક્ષા સમારંભમાં રજવાડી ઠાઠમાઠ જોવા મળ્યો હતો. જેમાં 4 હાથી, 20 ઘોડા અને 11 ઊંટ પણ હતા.

દેવાંશી વિશે વાત કરીએ તો તે 5 ભાષાની જાણકાર છે. આ ઉપરાંત તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં પણ નિષ્ણાત છે. આ ઉપરાંત તેને ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દેવાંશીના દાદા  મોહન સંઘવી સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાય છે. દેવાંશીના પિતા ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે અને આ કંપની વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે, ત્યારે દીકરીએ પણ સંયમના માર્ગે ચાલી નીકળવાનું નક્કી કર્યું.

Uma Thakor

disabled