ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા ટ્રેનની ખરાબ હાલત થઇ ગઈ જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા ટ્રેનની ખરાબ હાલત થઇ ગઈ જુઓ તસવીરો

છેલ્લા એક મહિનામાં વંદે ભારત ટ્રેનની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. વંદે ભારત ટ્રેનને એક પછી એક અકસ્માત નડવાની ઘટનાઓ સામે આવી રહી છે, હાલમાં જ વંદે ભારત ટ્રેનને વલસાડમાં ગાય સાથે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને ગાય સાથે આ અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનને નુકશાન થયું હોવાનું માહિતી સામે આવી રહી છે.

આ ઘટનાને લઈને રેલવે વિભાગના કર્મચારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ક્ષત્રીગ્રસ્ત થયો હતો. એન્જીનના ભાગે પણ નુકશાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ટ્રેન આજે સવારે મુંબઈ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ રેલવેના કર્મચારીઓ પણ તાબડતોબ ઘરના સ્થળે દોડી આવ્યા હતા.

આ મહિનામાં જ ગત 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વળવા વચ્ચેના રૂટમાં વંદે ભારત ટ્રેન સાથે ચાર ભેંસ અથડાઈ હતી અને તેના કારણે ટ્રેનના આગળના ભાગે નુકશાન થયું થયુ. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ પણ આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ત્યારે ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનને આ ત્રીજીવાર અકસ્માત નડ્યો છે. અને ત્રણેય અકસ્માત રખડતા ઢોરના કારણે જ થયા છે. ગુજરાતની અંદર રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે

Uma Thakor

disabled