LPG સિલિન્ડરના ભાવમાં ફરી આટલો જંગી વધારો, નવો ભાવ જાણીને રાડ નીકળી જશે - Chel Chabilo Gujrati

LPG સિલિન્ડરના ભાવમાં ફરી આટલો જંગી વધારો, નવો ભાવ જાણીને રાડ નીકળી જશે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતને તેની પહેલી મોટી અસર જોવા મળી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં જોરદાર વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો છે.

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયા અને કોલકાતામાં 108 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 5 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  જોકે સારી વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

જણાવી દઈએ કે નવી કિંમતો આજથી જ  લાગુ થઈ ગઈ છે. આ વધારા સાથે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2012 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 5 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 569 રૂપિયા થઈ ગઈ છે. આ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિને ફેરફાર કરવામાં આવે છે.

મહત્વની વાત એ છે કે નેશનલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આગળના મહિને એટલે કે  1 ફેબ્રુઆરીએ 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હાલ ક્રૂડ ઓઈલના ભાવ 102 ડોલર પ્રતિ બેરલ પાર ગયા છે. આ જ કારણ છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં  ફેરફાર જોવા મળી રહ્યો છે.

ઓક્ટોબર 2021થી 1 ફેબ્રુઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 170 રૂપિયા જેટલો  વધ્યો છે. 6 ઓક્ટોબર 2021 બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર ના સસ્તો થયો છે કે ના મોંઘો. એટલે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં અત્યાર સુધી કોઈ ફેરફાર થયો નથી. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં માસિક ફેરફાર થતા હોય છે.

આ પહેલા પણ  નેશનલ ઓઈલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ 1 ફેબ્રુઆરીના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો કાપ મૂક્યો હતો. તેવામાં આ વખતે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 19 કિલોવાળા એલપીજી સિલિન્ડર 1 માર્ચ એટલે કે આજથી હવે દિલ્હીમાં 1907 રૂપિયાના બદલે 2012 રૂપિયામાં મળશે. કોલકાતામાં હવે 1987ની જગ્યાએ 2095 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે.

Live 247 Media

disabled