હોસ્પિટલના બેડ પર જ પ્રેમીએ પ્રેમિકાની માંગમાં ભર્યુ સિંદૂર, કારણ જાણી તમે પણ વિચારવા માટે થઇ જશો મજબૂર - Chel Chabilo Gujrati

હોસ્પિટલના બેડ પર જ પ્રેમીએ પ્રેમિકાની માંગમાં ભર્યુ સિંદૂર, કારણ જાણી તમે પણ વિચારવા માટે થઇ જશો મજબૂર

તમે ઘણા અનોખા લગ્નો જોયા હશે. તમે ક્યારેક કોઇ કપલને મંદિરમાં કે કોર્ટમાં કે પછી પંચાયતમાં લગ્ન કરતા જોયા હશે. પણ આજે અમે તમને એક એવા અનોખા લગ્નની તસવીર અને વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જ્યાં હોસ્પિટલના બેડ પર અજીબોગરીબ લગ્ન થયા. આ મામલો અરવલ જિલ્લાની હોસ્પિટલનો છે. જ્યાં એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડની માંગમાં હોસ્પિટલના બેડ પર જ સિંદુર ભર્યુ.

એકબીજાને માળા પહેરાવી છોકરાએ છોકરીની માંગમાં સિંદુર ભર્યુ હતુ. આ અનોખા લગ્નમાં હોસ્પિટલના કર્મી અને દર્દી બારાતીના રૂપમાં હાજર રહ્યા હતા. એટલું જ નહિ, હોસ્પિટલમાં દર્દીઓએ લગ્નનો જયકારા પણ લગાવ્યો. આ લગ્નની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. ઔરંગાબાદના ઠાકુર બિગહા ગામનો રહેવાસી નીરજ કુમાર અરવલના હરદિયા દોલતપુરની રહેવાસી પ્રેમિકા કૌશલ્યા કુમારીને બાઇક પર બેસાડી બૈદરાબાદ બજાર ફરાવવા ગયો હતો.

ત્યારે જ કાર અને બાઇકની ટક્કર થઇ ગઇ અને આ ઘટનામાં બંને ઘાયલ થઇ ગયા. જે બાદ બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ છે. આ ક્રમમાં ઘટનાની જાણકારી પરિવારજનોને થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા અને પહેલા તે બંનેની સ્થિતિ જોતા સારવાર કરાવી અને પછી બંને પ્રેમી જોડાએ લગ્નનો નિર્ણય કર્યો.

યુવક-યુવતિ એકબીજાને પ્રેમ કરતા હતા અને ઘરવાળાથી ચોરી છુપે મળતા હતા. ગત બુધવારે સાંજે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા અને ઘરે પરત ફરતા સમયે જ તેમનો અકસ્માત થયો અને તેમાં તેઓ ઘાયલ થઇ ગયા.

Live 247 Media

disabled