અડધી રાત્રે છોકરીઓએ મચાવ્યો ઉત્પાત, ચારે મળી એકને માર્યો ખૂબ માર, માં-બાપના સંસ્કાર દેખાતી નજરે ચડી, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

અડધી રાત્રે છોકરીઓએ મચાવ્યો ઉત્પાત, ચારે મળી એકને માર્યો ખૂબ માર, માં-બાપના સંસ્કાર દેખાતી નજરે ચડી, જુઓ વીડિયો

આને કહેવાય વુમન એમ્પાવરમેન્ટ? ચાર યુવતીઓએ રાત્રે મળી એકને માર્યો ખૂબ માર, માં-બાપના સંસ્કાર દેખાતી નજરે ચડી, જુઓ વીડિયો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પબ કલ્ચર ઝડપથી ફેલાઈ રહ્યું છે. નશામાં ધૂત યુવક-યુવતીઓ અવારનવાર રસ્તા પર હંગામો મચાવતા જોવા મળે છે.ત્યારે હાલમાં વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રસ્તા પર યુવતીઓ વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચાર નશામાં ધૂત યુવતીઓ એક યુવતીને ઘેરીને મારપીટ કરતી જોવા મળે છે. એલઆઈજી ઈન્ટરસેક્શન પર હુમલાની આ ઘટના 4 નવેમ્બરની હોવાનું કહેવાઇ રહ્યુ છે.

ટીઆઈ અજય વર્માના જણાવ્યા અનુસાર, પ્રિયા વર્મા નિવાસી નહેરુ નગર શુક્રવારે રાત્રે આરજે કચોરીની સામે ચા પીવા માટે આવી હતી.એકબીજાની સામે જોવાની વાત પર તેની સામે ઉભેલી યુવતીઓ સાથે ઝઘડો થયો. જે પહેલા દલીલમાં અને પછી લડાઈમાં ફેરવાયો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવતીઓએ પ્રિયા વર્મા નામની યુવતીને રસ્તા પર ઢોર માર માર્યો હતો. પછી લાત અને મુક્કા મારવા લાગ્યા. વાળ પણ ખેંચ્યા અને યુવતીને બેલ્ટ વડે પણ માર માર્યો. જ્યારે એક યુવતી તેનો ફોન તોડતી જોવા મળી.

વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે જ્યારે ચારેય યુવતીઓ એકસાથે યુવતીને મારતા હતા ત્યારે આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકો આ જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા. પરંતુ કોઇ છોકરીને બચાવવા આગળ આવ્યુ નહિ. રાત્રે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં હુમલો કરનાર તમામ યુવતીઓ સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. તમામ આરોપી યુવતીઓ મહુ અને તેની આસપાસના વિસ્તારની હોવાનું કહેવાય છે.

Live 247 Media

disabled