આ મોટી ગુજરાતી અભિનેત્રીએ યુવકના અધધધ લાખ રૂપિયા ખંખેરી લીધાનો આક્ષેપ, કહ્યું ફી ભરવાની છે, પિઝા ખાવા છે, આ શોપિંગ કરવી છે - Chel Chabilo Gujrati

આ મોટી ગુજરાતી અભિનેત્રીએ યુવકના અધધધ લાખ રૂપિયા ખંખેરી લીધાનો આક્ષેપ, કહ્યું ફી ભરવાની છે, પિઝા ખાવા છે, આ શોપિંગ કરવી છે

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, સુંદર છોકરીઓની જાળમાં યુવકો ફસાઇ જાય છે અને પછી તેઓને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી યુવતિઓ પૈસા પડાવતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવ્યા છે. હાલ પણ વધુ એક કિસ્સો ગુજરાતનો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગુજરાતી ગીતોના આલ્બમમાં કામ કરતી યશ્વી પટેલ સામે ધનસુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેણે એક યુવકને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી 7 લાખથી પણ વધુ રૂપિયા પડાવી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Yashvi Patel (@yashvi_patel_offical_)

આ બાબતે ફરિયાદ નોંધાતા પોલિસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.  ઘટનાની વિગત જોઇએ તો, ધનસુરાના ચોગમડાકંપાના અને હાલ આનંદધામ રેસીડેન્સી પચવણીકાટા બોટાદમાં રહેતો યુવક જીનેશકુમાર પટેલે યશ્વી પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યુ કે, 9 મહિના પહેલા તેની એક ગુજરાતી અભિનેત્રી યશ્વી દિનેશભાઇ પટેલ સાથે સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી અને તે બાદ બંને સોશિયલ મીડિયા મારફતે વાતો કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Yashvi Patel (@yashvi_patel_offical_)

30 જુલાઇ 2021ના રોજ યશ્વી પટેલનો જન્મદિવસ હતો અને તે કારણોસર યશ્વીએ જીનેશને વડોદરા મળવા માટે બોલાવ્યો હતો. જે બાદ તે યશ્વીને મળવા હોટલમાં જતાં યશ્વીની બહેન અને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે યશ્વીના પિતાએ જણાવ્યું કે યશ્વીના લગ્ન માટે તેઓ છોકરો શોધે છે. યુવકે તેની ફરિયાદમાં જણાવ્યુ કે, લગ્ન ઇચ્છુક છોકરા વાળી વાતમાં વિશ્વાસમાં લઇ અને કહ્યુ કે, મારી દીકરી અને બધાને તમે ગમ્યા છો કહ્યું હતું. આપણે એક સમાજના છીએ અને હમણાં મારી દીકરીના આલ્બમનું કામ ચાલુ છે તે પુરુ થઇ જાય પછી લગ્નની તારીખ નક્કી કરીએ.

 

View this post on Instagram

 

A post shared by Yashvi Patel (@yashvi_patel_offical_)

આ દરમિયાન યશ્વીએ જીનેશ સાથે વાતો ચાલુ રાખી હતી અને અવાર નવાર મળવા માટે બોલાવી યશ્વી અને તેના પરિવારને પીડિતને વિશ્વામાં લીધો હતો. યુવકે વધુમાં જણાવ્યુ હતુ કે, પરિવારે યશ્વીને ગીફ્ટ આપવાના બહાને મારી પાસે આઇફોન મોબાઇલ માગતા મેં 55 હજારનો ફોન યશ્વીને લઇ આપ્યો હતો. જે બાદ તેને સોનાની બુટ્ટી ગમી હોવાથી ભવિષ્યમાં લગ્ન કરવાના છે એમ કહી બોટાદમાં 46 હજારની બુટ્ટી બનાવી આપી હતી.જે બાદ તેણે બુટ્ટી ખોવાઇ જવાનું પીડિત યુવકને કહ્યુ અને ફરી નવી બુટ્ટીની માંગ કરતા વડોદરાથી રૂપિયા 7 હજારની બુટ્ટી લઇ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Yashvi Patel (@yashvi_patel_offical_)

આ ઉપરાંત યશ્વીની બહેન અને તેની મમ્મીએ જીનેશ પાસેથઈ 50થી60 હજાર રૂપિયાની કપડાની ખરીદી કરી હતી. જે બાદ ઘરનું ભાડુ ભરવાનું હોવાને કારણે અને મા-બાપ બીમાર હોવાને બહાને 8 મહિના દરમિયાન 3.75 લાખ મંગાવ્યા હતા. આ રકમ યુવકે બોટાદથી એક્સીસ બેંકના ખાતામાંથી યશ્વીના બહેનના ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદી યુવકે સાબિતી માટે યશ્વી સાથેની તસવીરો સહિત વીડિયો અને પૈસા ટ્રાન્સફર કર્યાની ચેટ પણ પુરાવા તરીકે રજૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Yashvi Patel (@yashvi_patel_offical_)

યશ્વી અવાર નવાર અલગ અળગ બહાના હેઠળ યુવક પાસેથી પૈસા પડાવતી હતી. આ સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જીનેશે જણાવ્યુ હતુ કે, તેને આશંકા છે કે યશ્વીએ તેની સાથે સાથે અન્ય યુવકોને પણ છેતર્યા હશે. તેણે એ યુવકોને સામે આવવા અપીલ કરી કે જે છેતરપીંડીનો ભોગ બન્યા છે. ફરિયાદી યુવકે જણાવ્યુ કે, તેણે ડિપ્રેશનમાં આવી આપઘાત કરવા જેવું પગલુ ભરવાનું પણ વિચાર્યુ હતુ. તેને યશ્વીની છેતરપીડીંની ત્યારે ખબર પડી જયારે તેના માત્ર દ્વારા તેને જાણ થઇ, તેના મિત્રએ કહ્યુ કે, યશ્વીએ તેની સાથે પણ છેતરપીંડી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Yashvi Patel (@yashvi_patel_offical_)

તે છોકરાને મળ્યા બાદ યુવકને યશ્વીની હકિકતની જાણ થઇ. ફરિયાદી યુવકે યશ્વી પટેલ વિરૂદ્ધ ઘણા પુરાવા રજૂ કર્યા છે.આ ઉપરાંત યુવકે ફરિયાદમાં એ પણ જણાવ્યુ હતુ કે, તેણે યશ્વીને ફોન કરતા કહ્યું હતું કે તારો ફોન અને બુટ્ટી પાછી લઈજા, હવે પછી પૈસા માગતો નહીં, નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ અને મારી નાખીશુ. યુવકે જણાવ્યુ કે, યશ્વી અને તેના પરિવારે યુવક પાસેથી રૂ. 7 લાખથી પણ વધુ રકમની છેતરપિંડી કરી છે. આ ઘટના મુદ્દે યશ્વી પટેલ સહિત 4 સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે. ધનસુરા પીએસઆઇ અનુસાર 0 નંબર પર ફરિયાદ લઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરામાં મોકલી આપી છે.

Live 247 Media

disabled