રાજકોટમાં રાત્રે 3 વાગે મામલતદારની MBBS ભણતી દીકરીએ જાહેર રસ્તા પર કર્યું અગ્નિસ્નાન, તો સેલવાસમાં પણ યુવતી ઘરમાં જ ગળે ટુંપો ખાઈ લીધો... - Chel Chabilo Gujrati

રાજકોટમાં રાત્રે 3 વાગે મામલતદારની MBBS ભણતી દીકરીએ જાહેર રસ્તા પર કર્યું અગ્નિસ્નાન, તો સેલવાસમાં પણ યુવતી ઘરમાં જ ગળે ટુંપો ખાઈ લીધો…

ગુજરાતમાં આપઘાતના મામલાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, ખાસ કરીને યુવાન છોકરા છોકરીઓ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે હાલ એવી જ બે ઘટનાઓ સામે આવી છે. જેમાં એક યુવતીએ રાજકોટમાં અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું તો સેલવાસમાં એક યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

આ બાબતે પ્રાપ્ત માહિત અનુસાર રાજકોટ શહેરમાં આવેલ ઋષિવાટીકા સોસાયટીમાં રહેતી હેતલ ભોજાણી નામની યુવતીએ ગઈકાલે શનિવારે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે આવેલ મુખ્ય માર્ગ પર અગ્નિ સ્નાન કર્યું હતું.  મૃતક એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી કરી રહી હતી. ત્યારે માસ્ટર ડિગ્રી માટેનું જરૂરી સર્ટિફિકેટ આવવામાં મોડું થતા આઇ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચા રહ્યું છે.

યુવતીએ અગ્નિસ્નાન કર્યું ત્યારે તેના પાડોશમાં રહેતા દીપકભાઈ રાત્રિના ત્રણ વાગ્યે ગેટ બંધ કરવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમણે મૃતક હેતલ અગ્નિ સ્નાન કરી મુખ્ય માર્ગ પર વલખા મારી રહી હતી. જેથી દીપકભાઈ એ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

તો અન્ય એક મામલામાં સેલવાસ મોરખલ ગામે રહેતી અને સ્માર્ટ સીટી સંચાલિત ઈલેકટ્રિક્ટ બસની મહિલા કંડકટર 23 વર્ષીય સરસ્વતી ભોયાએ ગળે ફાંસો ખાય આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. મૃતક પર ટિકીટના પૈસાની ચોરીના આક્ષેપ સાથે બરતરફ કરાઇ હતી. આ બનાવને પગલે ઈલેકટ્રિક બસ સેવાના અન્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

મૃતકના પિતાએ પાલિકાના અધિકારીએ પુત્રીને ચોર કહી અપમાનિત કરી સોરી લેટર લીધા વિના કાઢી મુકતા અંતિમ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી જઇ લાશનો કબજો લઇ પોસ્ટમોટમ માટે મોકલી દીધી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.

Uma Thakor

disabled