અમેરિકામાંથી દોઢ લાખનો પગાર છોડી પ્રેમમાં પાગલ બનેલો યુવાન ચોટીલા આવીને ચઢી ગયો ચોરીના રવાડે, પોલીસે ઝડપી લીધી અધધધ બાઈકો - Chel Chabilo Gujrati

અમેરિકામાંથી દોઢ લાખનો પગાર છોડી પ્રેમમાં પાગલ બનેલો યુવાન ચોટીલા આવીને ચઢી ગયો ચોરીના રવાડે, પોલીસે ઝડપી લીધી અધધધ બાઈકો

ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો નીકળ્યો સુરેન્દ્રનગરમાં 40 બાઇકનો મોટો ચોર, અમેરિકામાં હતો 1.5 લાખ કમાતો અને અહીંયા આવીને બેશરમ…જાણો વિગત

ગુજરાતમાંથી ચોરીની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા હાલમાં એક મોટી ચોરીનો પર્દાફાશ કર્યો છે.  સુરેન્દ્રનગર એલસીબીએ ચોરીના 40 બાઇક સાથે રૂ. 7 લાખ 60 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ ઝડપી પાડ્યાં હતા. જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, જોરાવરનગર, ચોટીલા, વલસાડ, ચીખલી, રાજકોટ, જસદણ, વાંકાનેર, ધ્રોલ, ભરૂચ, વિરમગામ, ધંધુકા તેમજ સેલવાસ વગેરે જગ્યાએથી બાઇકની ચોરી કરતી ત્રણ સભ્યોની ગેંગને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી હતી.

ન્યુઝ ૧૮ અનુસાર સુરેન્દ્રનગર એલસીબી પોલીસને  મળેલી બાતમીના આધારે ચોટીલાના સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઇ કાપડીયા અને રાજુ મોહનભાઈ ગીલાણીને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતાં. આ બન્ને શખ્સોની વધુ પુછપરછ હાથ ધરતા આ બન્ને શખ્સોએ ભેગા મળી કુલ ૪૦ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આરોપીએ ચોરી કરેલા બાઇક સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના રામસીંગ જકશીભાઇ બોહકીયાને વેચાણ કરવા માટે તેની વાડીમાં છુપાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે વાડીમાંથી કુલ ૪૦ બાઇક સાથે રામસીંગને પણ દબોચી લીધો હતો. સિરાજ અને રાજુની બાઇકચોરી કરવાની પણ અલગ જ મોડસ ઓપરેન્ડી હતી જે જગ્યાએ થી બાઇકચોરી કરવાની હોય તે જગ્યાની તેઆએ પહેલા રેકી કરી આવતા હતા અને બીજા દિવસે ચોટીલાથી એસટી કે ખાનગી બસમાં જઇ નક્કી કરેલી જગ્યાએ થી માસ્ટર કી વડે બાઇકની ઉઠાંતરી કરી ધારાડુંગરી ગામે આવેલી વાડીમાં બાઇક મુકી આવતા હતા.

મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સિરાજ અંદાજે 10 થી 12 વર્ષ પહેલા વિદેશમાં નોકરી કરતો હતો અને લગ્ન કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો અને ત્યાર બાદ વાહનચોરીના રવાડે ચડી ગયો હતો. બન્ને શખ્સોની પુછપરછ દરમિયાન બીજા વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ પોલીસને આશા છે.

Source Information

Uma Thakor

disabled