22 મહિનાના બાળકે રમત રમતમાં ઘરે મંગાવી દીધુ દોઢ લાખનું ફર્નીચર, ડિલીવરી આવી ત્યારે... - Chel Chabilo Gujrati

22 મહિનાના બાળકે રમત રમતમાં ઘરે મંગાવી દીધુ દોઢ લાખનું ફર્નીચર, ડિલીવરી આવી ત્યારે…

માતા-પિતા તેમના બાળકોના મનોરંજન માટે તેમના હાથમાં મોબાઈલ આપે છે. બાળકોને મોબાઈલમાં શાંતિથી કાર્ટૂન જોતા જોઈને વાલીઓ વિચારે છે કે કમ સે કમ થોડીવાર શાંતિ તો રહે છે. પરંતુ માતા-પિતાની આ વિચારધારાને એક 22 મહિનાના બાળકે ખોટી પુરવાર કરી છે.22 મહિનાના બાળકે મોબાઈલ રમતી વખતે એવુ કર્યુ કે તેના માતા-પિતાએ 1.4 લાખ રૂપિયા ગુમાવ્યા. રિપોર્ટ અનુસાર, ફોન પર રમતી વખતે બાળકે ભૂલથી મોબાઈલમાં માતા દ્વારા વોલમાર્ટ શોપિંગ કાર્ટમાં રાખેલો સામાન ઓનલાઈન ઓર્ડર કરી દીધો હતો. જ્યારે ફર્નિચરની ડિલિવરી થઈ, ત્યારે માતા-પિતાને આ ખરીદી વિશે ખબર પડી, અને તેઓ તેમના બાળકની આ વિશે જાણીને દંગ રહી ગયા.

‘NBC ન્યૂયોર્ક’ના અહેવાલ અનુસાર, અયંશ કુમાર લગભગ 2 વર્ષનો છે, તેની માતાએ તેને મોબાઈલ આપ્યો હતો જેથી તે શાંતિથી બેસીને રમે. પરંતુ બાળકે ભૂલથી મોબાઈલમાંથી 1.4 લાખનું ફર્નિચર મંગાવી દીધું હતું. અયાંશ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના દંપતી મધુ અને પ્રમોદ કુમારનો પુત્ર છે. જોકે, અયાંશને વાંચતા-લખતા આવડતું નથી, પણ મોબાઈલ ચલાવવામાં તે માહેર છે ! કુમાર પરિવાર હમણાં જ નવા ઘરમાં શિફ્ટ થયો હતો.

આવી સ્થિતિમાં અયાંશની માતા મધુ વોલમાર્ટની વેબસાઈટ પર નવા ઘર માટે ફર્નિચર જોઈ રહી હતી. તેણે શોપિંગ કાર્ટમાં તેની પસંદગીની વસ્તુઓ મૂકી રાખી હતી. પરંતુ કંઈપણ ઓર્ડર કર્યું ન હતુ. તે બાદ ઘરે ફર્નિચરની ડિલિવરી થતાં અયાંશના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. મધુએ તેના પતિ અને બે મોટા બાળકોને પૂછ્યું કે શું તેઓએ સામાન ખરીદ્યો છે. જ્યારે તેમણે ઇનકાર કર્યો ત્યારે તે સમજી ગઈ કે અયાંશે આ ભૂલ કરી છે.

એનબીસી રિપોર્ટ અનુસાર, અયાંશે તેના માતા-પિતા પાસેથી સ્ક્રીન સ્વેપિંગ અને ટેપિંગ શીખ્યા હતા. આ ભૂલ બાદ અયાંશના પેરેન્ટ્સે તેમના ફોનની સિક્યોરિટી સેટિંગ્સને વધુ મજબૂત કરી છે. આ ઘટના અન્ય વાલીઓ માટે પણ બોધ સમાન છે. જો તમે બાળકોના હાથમાં મોબાઈલ આપો છો તો તમારી ફરજ છે કે તેનું સંપૂર્ણ ધ્યાન રાખો.

Live 247 Media

disabled