માઇનસ 35 ડિગ્રી તાપમાન ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યો ગુજરાતી પરિવાર, પતિ- સાથે બે માસુમ બાળકોના પણ થયા મોત, હૃદય કંપાવનારી ઘટના - Chel Chabilo Gujrati

માઇનસ 35 ડિગ્રી તાપમાન ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યો ગુજરાતી પરિવાર, પતિ- સાથે બે માસુમ બાળકોના પણ થયા મોત, હૃદય કંપાવનારી ઘટના

આપણા દેશની અંદર ઘણા એવા લોકો છે જે વિદેશ જવાની ઈચ્છા  ધરાવતા હોય છે. ખાસ કરીને પટેલ પરિવારોમાં આ ચલણ વધવા લાગ્યું છે. ઘણા લોકો કાયદેસર રીતે વિદેશમાં જતા હોય છે તો ઘણા લોકો ગેરકાયદેસર રીતે પણ વિદેશમાં સ્થાયી થવાના અભરખા રાખતા હોય છે. ઘણા લોકો અમેરિકા અને લંડન જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે.

ઘણા એજન્ટ દ્વારા લાખો રૂપિયા લઈને અમેરિકા પણ પહોંચાડવામાં આવે છે. ત્યારે હાલ કલોલના એક ગામનો પરિવાર અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ તેમનું સપનું કેનેડા-યુએસ બોર્ડર ઉપર જ રોળાઈ ગયું હતું. હાડ થીજવતી માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે પરિવારના ચારેય સભ્યોના મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની 35 વર્ષીય જગદીશભાઈ બળદેવભાઈ પટેલ અને તેમના 33 વર્ષીય પત્ની વૈશાલીબેન, 12 વર્ષીય પુત્રી વિહંગા(ગોપી) અને 3 વર્ષીય પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. ત્યારે કેનેડા-યુએસ બોર્ડર ઉપર મૃત્યુ પામેલા લોકોમાં આ પટેલ પરિવારના જ ચાર સભ્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે.

કલોલના આ પટેલ પરિવારના ચાર સભ્યો સાથે કુલ 11 લોકો કેનેડાથી 11 કલાક ચાલીને હાડ થીજવતી 35 ડિગ્રી ઠંડીમાં ગેરકાયદેસર રીતે બોર્ડર પર કરી રહ્યા હતા. જેમાંથી ચાર લોકોના આ  ઠંડીના કારણે મોત નિપજ્યા હતા, જયારે અન્ય 7 લોકોને પકડી લેવામાં આવ્યા હતા. આ તમામ લોકો એક એજન્ટ મારફતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો.

કાલોલનો આ પટેલ પરિવાર 10  દિવસ પહેલા કેનેડા જવા એક એજન્ટ મારફતે નીકળ્યો હતો. કેનેડા પહોંચીને તમેને પરિવાર સાથે સંપર્ક પણ કર્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઈ સંપર્ક થયો  નહોતો. આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.

Uma Thakor

disabled