બહારનું ખાતા લોકો ચેતી જજો, ક્યાંક મરવાનો વારો ન આવે…અમદાવાદના હોટેલના પાર્સલમાંથી નીકળ્યો મરેલો ઉંદર

હાલમાં જ એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મહાનગર અમદાવાદ સિટીના દિલ્હી દરવાજાની હિના રેસ્ટોરાંમાંથી મંગાવેલી પનીર ભુરજીમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. આ પનીર ભુરજી ખાનારા મમ્મી અને દીકરાને ફૂડ પોઈઝનિંગ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ગઈકાલે દિલ્હી દરવાજાની હિના રેસ્ટોરાંમાંથી પરિવારે પનીર ભુરજીની સબ્જી મગાવી હતી જેમાં માતા અને પુત્રએ ખાધી હતી પછી બીજો પુત્ર જમવા બેઠો ત્યારે ભુરજીના ડબ્બામાં મરેલો ઉંદર હતો જેથી આ જોયા બાદ તેણે ખાધું ન હતું જોકે, આ દ્રશ્ય જોયા પછી માતા-પુત્રને ઊલટીઓ થવા લાગી હતી. પરિવારે 108 મારફતે માતા અને પુત્રને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આજે પિતાએ અમદાવાદ મ્યુનિ. હેલ્થ ઓફિસરને ફરિયાદ કરી હિના રેસ્ટોરાં સામે પગલાં લેવા માંગ કરી છે.

આ પનીર ભુર્જીનું શાક ફેમીલીના મેમ્બર નાઈટમાં 9 વાગ્યાની આસપાસ જમતા હતા ત્યારે ખાધી. સૌથી પહેલાં બાબુલાલ પરમાએ અને બાદમાં સન વિશાલે પનીર ભુરજીની સબજી ખાધી હતી પછી દિકરો પાર્થિવ જમવા બેઠો હતો અને સાથે પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીર ભુરજીની સબજીમાં કંઇક દેખાયું હતુ જે બાદ જોયું તો પ્રથમ દષ્ટિએ સીમલા મિરચ હોવાનું જણાયું હતુ પણ પછી સબજીના ડબ્બામાંથી બહાર કાઢીને જોયું હતુ તો તે મરેલો ઉંદર હતો. જે બાદ ફૂડ પોઇઝનિંગ થતા આ સબ્જી ખાતાં બીમાર પડેલા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા.

સબ્જીમાં મરેલો ઉંદર જોઇને બાબુલાલના વાઈફ અને પુત્ર પહેલા તો ગભરાઇ ગયા હતા. તેઓને તાકીદે ગભરામણ થઇ હતી સાથે તેઓને ઉલટી આવી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી 108ને ફોન કર્યો હતો જેથી સાડા નવની આસપાસ 108 આવી હતી અને તેઓને સારવાર અર્થે લઇ ગયા હતા. બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. જે પૈકી પત્નીની હાલત નાજુક છે.

આ બાબતે આખા પરિવારે AMCના આરોગ્ય વિભાગને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરી. બાબુલાલ તેમના ફેમિલી મેમ્બરને શારીરિક નુકશાન થયું છે સાથે ખતરનાક માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું છે. જે સમગ્ર મામલે જવાબદાર રેસ્ટોરેન્ટ માલિક સામે કડક કાર્યવાહી કરવા પરિવારે માગણી કરી છે. તો રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે. સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી તેવા આક્ષેપ કરી આ રેસ્ટોરેન્ટને તાકીદે સીલ કરવામાં આવે તેવી પણ રજુઆત AMCના આરોગ્ય ટીમને કરાઈ છે.

disabled