અમદાવાદ આંબાવાડીમાં કવિતાએ કહ્યુ- પતિ સુરત ગયા છે, તમે આવી જાવ...વેપારીને ઘરે બોલાવી બેડરૂમમાં લઇ જઇ કપરા ઉતારી નાખ્યા પછી દે ધનાધન - Chel Chabilo Gujrati

અમદાવાદ આંબાવાડીમાં કવિતાએ કહ્યુ- પતિ સુરત ગયા છે, તમે આવી જાવ…વેપારીને ઘરે બોલાવી બેડરૂમમાં લઇ જઇ કપરા ઉતારી નાખ્યા પછી દે ધનાધન

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, કોઇ યુવતિઓ દ્વારા યુવકોને કે આધેડને ફસાવી તેમની સાથે ગંદુ કામ કરી તેમને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી હજારો લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો જેમાં એક યુવકને એક એપ્લિકેશન દ્વારા એક યુવતીનો મેસેજ આવ્યો અને પછી તેણે વાતચીત શરૂ કરી. તે બાદ મુલાકાત થવા લાગી અને પછી એક દિવસ યુવતીએ મેસેજ કર્યો કે તેનો પતિ સુરત જાય છે તમે આવો. તે યુવકને ઘરમાં બેડરૂમમાં લઈ ગઇ અને તેની સાથે સંબંધો પણ બાંધ્યા.

બાદમાં બંધ ઘરમાંથી બે શખ્સો બહાર આવ્યા અને યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખની માંગ કરી 2.70 લાખ રૂપિયા પડાવી લીધા. આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતા વેપારીને મોબાઇલમાં વીસેક દિવસ પહેલા જ એક એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો અને પછી વાતચીત થઇ. આ પછી તેઓ મળ્યા પણ ખરી અને વેપારીને કવિતા સાથેની આ મિત્રતા 2.70 લાખમાં પડી. એપ્લિકેશન મારફતે બંનેની મિત્રતા થતા એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને પછી વાતચીત શરૂ થઇ હતી. ત્યારે 10-12 દિવસ પહેલા કવિતાનો વેપારીને વૉટસએપ મેસેજ આવ્યો, જેમાં તેણે તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું.

વેપારી ઘરે આવ્યો અને થોડીવાર વાતચીત કરી પછી તે કોફી પીને નીકળી ગયો. તે પછી અવારનવાર બંને વચ્ચે વાત થઇ અને 28 જુલાઈએ કવિતાએ વેપારીને મેસેજ કર્યો કે કાલે તમે આવી જાઓ, મારા પતિ સુરત જતા રહ્યા છે. 29 જુલાઈએ બપોરે વેપારી યુવતીના ઘરે ગયો અને થોડીવાર બેસ્યો પછી યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી વેપારીને બેડરૂમમાં લઈ ગઈ અને કપરા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીસંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. બંને વચ્ચે શારીરિસંબંધ બંધાયા અને પછી બંધ ઘરમાંથી અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસી વેપારી સાથે મારઝૂડ કરી અને ગંદી ગાળો બોલી.

આ ઉપરાંત તેને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની પણ ધમકીઓ આપી. ત્યારે બીજો એક વ્યક્તિ પણ ત્યાં આવ્યો અને તેણે અગાઉ આવેલા વ્યક્તિને રમેશ તરીકે બોલાવ્યો અને પોતાની ઓળખ વકીલ તરીકે આપી. બંનેએ વેપારીને માર મારી મોબાઇલ ફોન ઝૂંટવ્યો અને રમેશે વેપારીને કહ્યુ- 5 લાખ આપ નહીં તો તને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું. આ દરમિયાન વેપારીએ કહ્યુ- અત્યારે 5 લાખ રૂપિયા નથી. જે બાદ આખરે વેપારીએ 70 હજાર આપ્યા હતા. બાદમાં બીજા વ્યક્તિએ 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને જેથી વેપારીએ પોતાના ખાતામાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.સમગ્ર બાબતને લઈને યુવકે ફરિયાદ આપતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, પોલિસે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

Live 247 Media

disabled