ગોંડલમાં વૃદ્ધાએ લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો, શિંગડાં ભરાવીને મારી નાખ્યા, હિમ્મત હોય તો જોજો CCTV વીડિયો - Chel Chabilo Gujrati

ગોંડલમાં વૃદ્ધાએ લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો, શિંગડાં ભરાવીને મારી નાખ્યા, હિમ્મત હોય તો જોજો CCTV વીડિયો

ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. રખડતા ઢોરને લીધે ઘણા લોકોને ઇજા પહોચતી હોય છે, તો ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં આખલાને કારણે એક વૃદ્ધનું મોત થયુ છે. જણાવી દઇએ કે, થોડા સમય પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રીને પણ તિરંગા રેલી દરમિયાન એક ગાયે અડફેટે લીધા હતા અને તેમને ઇજા પહોંચી હતી. ગોંડલમાં રખડતા આખલાને વૃદ્ધે લાકડી ફટકારી હતી અને તેને કારણે આખલો ઉશ્કેરાયો હતો. તે બાદ તેણે વૃદ્ધને શિંગડાં ભરાવી અડફેટે લીધા હતા.

આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થઇ જવા પામ્યો હતો. જોકે, વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા તેમને પરિવારજનો દ્વારા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. પરિવાર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એ દિવસે આખલાએ અન્ય 4 લોકોને પણ અડફેટે લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં મહાલક્ષ્મીનગર શેરી નં 1માં આશિષભાઈના દાદા ગોપાલભાઈ આરદેસણા રહે છે.

3 સપ્ટેમ્બરના રોજ તેઓ ગોંડલમાં તેમના દાદાના સંબંધીના ઘરે ગયા હતા, ત્યારે મોટી બજારમાં દેવશીબાપાની શેરીમાં અચાનક આખલો આવી જતાં ગોપાલભાઈ તેને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી ગોપાલભાઈને પછાડ્યા હતા. જે બાદ તાત્કાલિક ગોપાલભાઈને ગોંડલથી રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,

જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. એક જ દિવસમાં આજ વિસ્તારમાં 4 લોકોને આખલાએ અડફેટે લીધા હતા. રખડતાં ઢોરના આતંકના અવારનવાર કિસ્સા સામે આવે છે અને તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ તો આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Live 247 Media

disabled