સુરતના બિલ્ડર અને તેની પુત્રવધુની બીભત્સ ગંદી તસવીરો થઇ વાયરલ, જાણો વાયરલ તસવીરો પાછળની હકિકત - Chel Chabilo Gujrati

સુરતના બિલ્ડર અને તેની પુત્રવધુની બીભત્સ ગંદી તસવીરો થઇ વાયરલ, જાણો વાયરલ તસવીરો પાછળની હકિકત

સુરતમાં 50 વર્ષીયના વૃદ્ધ બિલ્ડર સસરા અને વહુનો ગંદો ફોટો વૉટ્સઅપ ગ્રૂપમાં ફરતો થયો, આખરે થઇ ગયો અંદરનો ખુલાસો

ઘણીવાર ગુજરાતમાંથી સસરા અને પુત્રવધુના સંબંધો, સાસુ અને જમાઇના સંબંધો તેમજ વેવાઇ અને વેવાણના સંબંધના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે થોડો અલગ છે. સુરતમાં સસરા અને પુત્રવધૂના સોશિયલ મીડિયામાં મોર્ફ કરેલા આપત્તિજનક ફોટો વાય૨લ થતા ચકચાર મચી ગઇ છે. આ પ્રકરણમાં સુરત સાઇબર સેલ દ્વારા વેલંજાની રામવાડી સોસાયટીમાં રહેતા ડોક્ટર હરેશ બેલિડયાની ધરપકડ કરવામાં આવી છે. ઘટના જોઇએ તો,લગભગ દોઢેક વર્ષ પહેલાં એક નર્સે નોકરી છોડી હતી તે નર્સનો સીમકાર્ડનો દુરુપયોગ કરી આરોપીએ એડિટેડ ફોટો ગ્રૂપમાં વાયરલ કર્યા હતા.

આધેડ બિલ્ડર સસરા અને તેમની પુત્રવધૂને બદનામ કરવાનું ષડયંત્ર ડોક્ટર દ્વારા રચવામાં આવ્યુ હતું. સુરતના વેલંજા ખાતે રહેતા 50 વર્ષીય આધેડ બિલ્ડર સસરા અને તેમની પુત્રવધૂનો મોર્ફ કરેલા ગંદા ફોટો સુરત સ્થિત મિત્રવર્તુળ ગ્રૂપમાં ફરતો થયો હતો. આ ઉપરાંત સ્થાનિક ચેનલ અને સ્થાનિક અખબારોના નામથી બ્રેકિંગ ન્યૂઝ તરીકે પ્લેટ બનાવી વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાને પગલે બિલ્ડરે ફરિયાદ દાખલ કરાવી જે બાદ પોલીસ તપાસ થતા આ હરકત પાછળ વેલંજાના તબીબનો હાથ હોવાનું સામે આવ્યું હતું.

આરોપી સામે આઇ.ટી. એક્ટ હેઠળ કામરેજ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ ડોક્ટર વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે. આ ડોક્ટરનું એક એક ઘર હોવાનું અને તેને લઇને માથાકૂટ ચાલી રહી હોવાથી સીધી શંકા તેની ઉપર જ વ્યક્ત કરવામાં આવી હતી.અન્ય સીમકાર્ડનો ઉપયોગ કરીને આરોપી બિલ્ડર સસરા અને તેની પુત્રવધુને બદનામ કરતો હતો.  હાલ તો આરોપી ડો. હરેશ બેલિડયાની પોલિસે ધરપકડ કરી છે. બિલ્ડરે ફેસબુક પર પરિવાર સાથે ફોટો મૂક્યો હતો અને આમાંથી બિલ્ડર અને તેની પુત્રવધુનો ફોટો કટ કરી તેને આપત્તિજનક ફોટો બનાવ્યો હતો

આ ઘટનામાં તેણે દોઢેક વર્ષ પહેલા જે નર્સ સીમકાર્ડ વાપરતી હતી તેનો ઉપયોગ કર્યુ હોવાનું પણ બહાર આવ્યુ હતુ.આ મામલે હાલ તો આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. જોકે આરોપીની પૂછપરછ બાદ આ મામલે વધુ ખુલાસા થાય તેવી શકયતા છે જોકે હાલમાં પોલીસે આરોપી વધુ તપાસ માટે રીમાંડની તજવીજ શરૂ કરી છે. બિલ્ડર દ્વારા પણ આ ડોક્ટર વિરુદ્ધ આક્ષેપો પણ કરાયા હતા.

Live 247 Media

disabled