આ છે અમદાવાદીનો વટ, ખરીદી લીધી હતી સૌથી મોંઘી કાર, જાણો કેટલી છે કિંમત - Chel Chabilo Gujrati

આ છે અમદાવાદીનો વટ, ખરીદી લીધી હતી સૌથી મોંઘી કાર, જાણો કેટલી છે કિંમત

સૌથી મોંઘી ગાડીનો ભાવ સાંભળીને આંખે અંધારા આવી જશે…

પોતાની માન અને પ્રતિષ્ઠા તેમજ પોતાનું સ્ટેટ્સ બનાવવા અને બતાવવા માટે લોકો દુનિયાથી કંઈક અલગ કરવાનું વિચારતા હોય છે, અને એમાં પણ ગુજરાતી લોકો વિશ્વમાં ઘણા ઠેકાણે હંમેશા આગળ રહેતા જોવા મળે છે.એવા જ ગુજરાતીએ એક કાર ખરીદી અને તેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચામાં આવવા લાગ્યા.

અમદાવાદના એક બિલ્ડરે દુનિયાની સૌથી મોંઘી ગાડી ખરીદી તેના સમાચાર આજે સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. અમદાવાદના ધરણીધર ડેવલોપર્સના બિલ્ડર દીપકભાઈ મેવાડાએ વિશ્વની સૌથી મોંઘી ગણાતી બેન્ટલી કંપનીની ફલાઇંગ સુપર કાર ખરીદી છે. દીપકભાઈએ આ કાર ખરીદવા માટે ૭ મહિના પહેલા બુકીંગ કરાવ્યું હતું, ત્યારે જઈને આ કાર તેમને મળી છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં આવી માત્ર ૪ જ કાર છે જેમાં આ કારની પહેલી ડિલિવરી અમદાવાદમાં દિપક મેવાડાને મળી છે. જેના કારણે પણ અત્યારે તેઓ ચર્ચામાં છે.
દિપક મેવાડાએ જણાવ્યું હતું કે: “બેન્ટલી કંપનીની આ કારનું રી લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેનું બુકીંગ તેમને ૭ મહિના પહેલા જ કરાવ્યું હતું અને તેની પ્રથમ ડિલિવરી અમદાવાદમાં મને મળી છે, બાકીની ત્રણ કાર દિલ્હી, બેંગ્લોર અને ડિલરને મળવાની છે.”

બેન્ટલી કંપનીની આ ફ્લાઈંગ સુપર કારની વાત કરીએ તો આ કાર હેન્ડમેડ છે, અને એનું એન્જીન પણ દમદાર છે. સાથે આ કારનું ઇન્ટિરિયર પણ તમારી ઈચ્છા મુજબનું તમારી રીતે પણ કરાવી શકો છો. કારના ફીચર્સ જોઈએ તો આ કારની અંદર ૬ હજાર સીસીનું એન્જીન આપવામાં આવેલું છે. કારની સ્પીડ ૩૩૩ કી.મી. પ્રતિ કલાક છે.

તે માત્ર ૩.૫ સેકન્ડમાં ૦ થી 100ની સ્પીડ મેળવી શકે છે. આ કાર પેટ્રોલથી ચાલે છે અને તેના માઈલેજની વાત કરીએ તો ૬ કિલોમીટર પ્રતિ લીટર જેટલું માઈલેજ આ કાર આપે છે, જેમાં એકવાર ટાંકી ફૂલ કરાવ્યા પછી તમે ૬૦૮ કિલોમીટર સુધી જઈ શકો છો.

આ કારની કિંમત જાણીને પણ આંચકો લાગે એમ છે. દીપકભાઈએ આ કાર ખરીદવા માટે ૫.૬૦ કરોડ રૂપિયા ઓન રોડ કિંમત ચૂકવી છે, તો તમે વિચારી શકો છો આ કાર કેવી હશે. પરંતુ એટલું તો કહેવું જ રહ્યું, ગુજરાતીને કોઈ ના પહોંચી વળે…!!

Live 247 Media

disabled