ભયાનક દેખાતી આ ઇમારત અસલમાં છે બૌદ્ધ મંદિર, જાણો ક્યાં આવ્યું છે આ ડરામણું મંદિર
થાઈલેન્ડના સમ્ફ્રન જિલ્લામાં એક અજીબોગજીબ મંદિર આવેલું છે. બેંકોંકથી આશરે 40 કિલોમીટર દૂર ડ્રેગન જેવું બુદ્ધિસ્ટ ટેમ્પલ બનાવાયું છે. આમાં બૌદ્ધની એક વિશાળ મૂર્તી મુકવામાં આવી છે.
જો કે, એક રિપોર્ટ મુજબ, ગાઈડ બુકમાં આ જગ્યાનું નામ ભાગ્યે જ જોવા મળે છે. તેથી જ મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના રૂપમાં વિકસ્યું નથી. આને કોણે અને ક્યારે બનાવ્યું એના વિશેની કોઈ જાણકારી મળતી નથી.
ડ્રેગન પરથી ચઢીને લોકો ઉપર જાય છે લોકો:
મંદિરમાં બુદ્ધની નાની-નાની મૂર્તીઓ રાખવામાં આવી છે. આ ઇમારતનો આકાર આટલો મોટો એટલા માટે છે કારણ કે એમાં પાણીની ટેન્ક પણ છે. બિલ્ડિંગથી લપેટાયેલા ડ્રેગન પર ચઢીને તમારે આના શીર્ષ સુધી પહોંચે. જો કે આના પગથિયા એટલા જૂના થઈ ગયા છે કે એની પરથી ચઢવું ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી જ આ મંદિરનો કેટલોક ભાગ બહારના લોકો માટે બંઘ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો આ મંદિરને અત્યંત પવિત્ર માને છે. દૂર-દૂરથી લોકો અહીં દર્શને આવે છે.