આ ભાઈએ રૂપાળી ફ્રેન્ડ સાથે મળીને પિતરાઈ બહેનને જ બનાવી ટાર્ગેટ અને કર્યો આ કાંડ - Chel Chabilo Gujrati

આ ભાઈએ રૂપાળી ફ્રેન્ડ સાથે મળીને પિતરાઈ બહેનને જ બનાવી ટાર્ગેટ અને કર્યો આ કાંડ

આ ભાઈએ સ્વરૂપવાન મિત્ર, સાથે મળીને આ રીતે કર્યો કાંડ, પોતાની બહેનને પણ ના છોડી

આજકાલ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલી તસવીરોને એડીટીંગ કરીને બ્લેકમેલ કરવાનું કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે જે એક ખબરે લોકોના હોશ ઉડાવી દીધા છે. જેમાં 15 લાખના દેવામાં ફસાઈ ગયેલા એક યુવકે પોતાના પિતરાઈ બહેનનો જ ફોટો એડિટ કરી અને તેની પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

બેલ્ક મેઇલિંગ કરી અને પૈસા મંગાવાની આ ઘટનામાં યુવક સાથે એક યુવતી પણ સામેલ હતી જે પોતાને સીબીઆઈ ઓફિસર કહીને ધમકાવી રહી હતી. તે કહેતી કે એક કરોડ રૂપિયા જો ના આપ્યા તો ફાઈલ અધિકારીઓ સુધી પહોંચી જશે.  જેને લઈને તે યુવતીએ પીડિત ફરિયાદી મહિલા અને તેના પતિને દિલ્હી પણ બોલાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરવ નામનો એક યુવક તેની પિતરાઈ બહેન અને પરિવાર સાથે થોડા સમય પહેલા ધાર્મિક યાત્રાએ ઉજ્જેન ગયો હતો. ત્યાં તેને પોતાની બહેનો સાથે કેટલીક તસવીરો પણ લીધી હતી. બાદમાં ગૌરવે એ તસ્વીરોને એડિટ કરી અને પછી પોતાની પિતરાઈ બહેનને જ ધમકી આપવા લાગ્યો હતો. અને તેની પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો.

ગૌરવની મિત્રતા ફેસબુક દ્વારા એક યુવતી સાથે થઇ હતી. આ કાવતરામાં તેને પણ યુવતીને પૈસાની લાલચ આપી અને ફસાવી લીધી હતી. ત્યારબાદ બંને ભેગા મળી અને તેની પિતરાઈ બહેનને પૈસા માટે ધમકી આપતા હતા. આ વાત તે ફરિયાદી મહિલાના પતિને પણ જણાવવાની વાત કરતા હતા.

ત્યારબાદ આરોપી મહિલાએ કોઈ રસ્તો ના નીકળતા પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે પછી આ બાબતે તપાસ હાથ ધરી હતી. ત્યારે ગૌરવે યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે મહિલા 55 લાખ આપવા માટે તૈયાર થઇ ગઈ છે અને જયપુર આવીને પૈસા લઇ જવાના છે ત્યારે બંને જયપુરમાં ભેગા થતા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.

તે બંને પહેલીવાર જ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. યુવતી મોડેલિંગ કરી રહી હતી અને 2020ની મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા માટે પણ તેની પસંદગી થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુવકનો મોબાઈલ અને ફેસબુક તપાસતા વધારે પડતી મહિલા મિત્રો જ નજરમાં આવી છે અને તેના ફોનમાંથી પણ વધારે મહિલાઓના જ સંપર્કો નીકળ્યા છે. પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે આ યુવકે બીજી કોઈ મહિલાને તો પોતાનો શિકાર નથી બનાવીને?

Note: all images are demo

Uma Thakor

disabled