બ્યુટી પાર્લરની આડમાં વિધવા મહિલા ચલાવી રહી હતી દેહ વેપારનો ધંધો, પોલિસે રેડ પાડી તો અંદરનો નજારો જોઇ ચોંકી ગઇ - Chel Chabilo Gujrati

બ્યુટી પાર્લરની આડમાં વિધવા મહિલા ચલાવી રહી હતી દેહ વેપારનો ધંધો, પોલિસે રેડ પાડી તો અંદરનો નજારો જોઇ ચોંકી ગઇ

સ્પાની આડમાં કે બ્યુટી પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોય તેેવા ઘણા સમાચાર સામે આવે છે. પોલિસને બાતમી મળતા જ રેડ પાડવામાં આવે છે અને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પોલિસ ઘણીવાર આવા દેહ વેપારના ધંધામાંથી કેટલીક યુવતિઓને મુક્ત પણ કરાવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા, સુરત અને રાજકોટમાં પોલિસ આવા દેહ વેપારનો ધંધો કરતા લોકો પર કાર્યવાહી કરી રહી છે. હાલમાં સુરતમાં જ આવા દેહ વેપારનો ધંધો કરનાર 3ની પોલિસે ધરપકડ કરી હતી ત્યારે વલસાડના પારડીમાં પણ આવો ધંધો કરનાર પર પોલિસે કાર્યવાહી કરી છે.

છેલ્લા કેટલાક સમયથી સુુરતના પારડી નગરને અડીને આવેલા કોટલાવ વિસ્તારનાં વસાહતમાં એક મહિલાના પતિનું અવ થઇ ગયુ હતુ અને પતિના અવસાન બાદ વિધવા મહિલાએ કોઈ સહારો ન હોવાથી અને કોરોનાને કારણે કોઈ ધધો પણ માફક ન આવતા ફેશન બ્યુટી પાર્લરના નામે દેહ વેપારનો ધધો ચાલુ કર્યો હતો. આ વિધવા મહિલા બ્યુટી પાર્લરના આડમાં ઘરમાં જ રૂમ બનાવી બહારથી યુવતીઓ બોલાવી 1100 રૂપિયા એક ગ્રાહક દીઠ લઈ દેહ વેપારનો ધંધો છેલ્લા કેટલાક સમયથી કરી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત અનુસાર, પારડી પોલીસને બાતમી મળી હતી કે આવી રીતે બ્યુટી પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે. પારડીના સિનિયર પી.એસ.આઈ.ને બાતમી મળતા હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડના મહિલા પી આઈ અને પારડી પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલાવી આ દક્ષાબેનના ફેશન બ્યુટી પાર્લરમાં રેડ પાડી હતી અને આ દરમિયાન રૂમોમાં તપાસ કરતા મહિલા સંચાલક સહિત ત્રણ યુવતી અને એક ગ્રાહક મુસ્તાક સુલેમાન આલીસર રંગરેલીયા મનાવતી હાલતમાં ઝડપાઇ ગયો હતો.પારડી પોલીસે એક ઓરિસ્સાની અને બે વેસ્ટ બંગાળની એમ ત્રણ યુવતીને મુક્ત કરાવી હતી.પારડી જેવા નગરમાં દેહ વિક્રિય નું રેકેટ ઝડપાતા સમગ્ર નગરમાં ચક્ચાર મચી ગઇ હતી

Live 247 Media

disabled