મંગળફેરા ફરતા પહેલા જ કન્યાને આવ્યા ચક્કર અને ઢળી પડી, પછી ડોલીની જગ્યાએ ઉઠી તેની અર્થી, હૃદય કંપાવી દેનારી ઘટના - Chel Chabilo Gujrati

મંગળફેરા ફરતા પહેલા જ કન્યાને આવ્યા ચક્કર અને ઢળી પડી, પછી ડોલીની જગ્યાએ ઉઠી તેની અર્થી, હૃદય કંપાવી દેનારી ઘટના

જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી હોતું. આજે ભલે વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી લીધો હોય પરંતુ માણસના મૃત્યુને તે કયારેય રોકી નથી શકતું, મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણી એવી હેરાન કરી દેનારી ઘટનાઓ આવતી હોય છે જેમાં ખુશીનો પ્રસંગ શોકમાં બદલાઈ જતો હોય છે. હાલ એવી જ એક ખબર પંચમહાલમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં કન્યાની ડોલી ઉઠાવાના થોડા સમય પહેલા જ તેની અર્થી ઉઠી હતી, જેને લઈને પરિવારનો ખુશીઓનો માહોલ પણ શોકમાં પરિણમ્યો હતો. દુલ્હન સાસરિયે જવાના બદલે સ્મશાનમાં વળાવવી પડી હતી. આ ઘટનાને લઈને બંને પરિવારોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર કંકોડાકોઈ ગામની અંદર રહેતા સોલંકી પરિવારની દીકરી વંદના કુંવરબાના લગ્ન દેવેન્દ્રસિંહ સાથે યોજાવવાના હતા. લગ્નની ધામધૂમથી કરવાની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. પરંતુ કન્યા સપ્તપદીના સાત ફેરા ફરે તે પહેલા જ તેનું નિધન થયું અને આખો માહોલ શોકમાં બદલાઈ ગયો.

ધામધૂમથી યોજાઈ રહેલા આ લગ્નમાં ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ અને રસ ગરબા જેવા તમામ પ્રસંગો પણ પૂર્ણ તઘઈ ગયા હતા. વંદનાબા પણ પોતાના લગ્નના રાસ-ગરબાના પ્રસંગમાં મન મૂકીને ઝૂમ્યા હતા. 23 જાન્યુઆરીના રોજ વાજતે-+ગાજતે તેમના માંડવે જાન આવી પહોંચવાની હતી અને બપોરે 3 વાગે થઇ હસ્તમેળાપની વિધિ હોવાના કારણે પરિવાર પણ તેની તૈયારીમાં લાગી ગયા હતા.

પરંતુ ના જાણ્યું જાનકી નાથે પણ સવારે શું થવાનું હતું, તેમ જ અચાનક વંદનાબાને ચકકર આવવા લાગ્યા અને તે ઢળી પડ્યા, પરિવાર દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે પણ લઇ જવામાં આવ્યા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજુર હતું. હોસ્પિટલ પહોંચતા તબીબો દ્વારા વંદનબાને મૃત જાહેર કરવામાં આવ્યા. આ ઘટનાને લઈને આખો જ પ્રસંગ શોકમાં પરિણમ્યો અને આખું ગામ હીબકે ચઢ્યું હતું.

Uma Thakor

disabled