સુરતનો યુવક રૂપાળી કન્યા સાથે લગ્ન કરીને ભોરવાયો, લગ્ન પછી દુલ્હને કર્યુ એવું કે... - Chel Chabilo Gujrati

સુરતનો યુવક રૂપાળી કન્યા સાથે લગ્ન કરીને ભોરવાયો, લગ્ન પછી દુલ્હને કર્યુ એવું કે…

ગુજરાતમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે.  કેટલીક વાર લગ્ન ઇચ્છુક યુવકોને ફસાવી દલાલો તેમની પાસેથી પૈસા લઇ લગ્ન કરાવી દેતા હોય છે અને પછી દુલ્હન મોકો જોઇ ઘરમાંથી રોકડ અને ઘરેણા લઇ ફરાર થઇ જતી હોય છે. ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ઠેર ઠેર આવા બનાવો બની રહ્યા છે.  હાલ એક એવો જ કિસ્સો સુરતના કામરેજમાંથી સામે આવ્યો છે. જ્યાંની મીરા રેસીડેન્સીમાં રહેતા એક યુવકને મિત્ર મારફતે લગ્ન કરવું ખુબ જ મોંઘુ પડ્યું અને રૂપિયા 1.70 લાખની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ભાવનગરના શિહોરનાં મોટા સુરકા ગામના રહેવાસી અને હાલ સુરતના કામરેજ ખાતે આવેલ મીરા રેસીડન્સીમાં રહેતા નરેશ શાંતિભાઈ રામાનુજ ડી.જે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે.ગયા ડિસેમ્બર મહીનામાં ભાવનગર ખાતે હીરા મજૂરી કરતાં તેમના મિત્ર પ્રદીપભાઇ કાળુભાઇ રાજપૂતનો ફોન નરેશ ઉપર આવ્યો હતો અને જણાવ્યુ હતું કે તારે લગ્ન કરવા છે ? લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું સેટિંગ કરાવી દઉં છું. તેમ કહેતા નરેશભાઇએ હા પાડી હતી.

ત્યારબાદ લગ્નની વાત આગળ ચાલતા પ્રદીપ તેના મિત્ર રાજુ પુરષોત્તમ સાથે કામરેજ આવ્યા હતા અને તેમના દ્વારા તેજા ભરવાડની સાળી સાથે લગ્ન કરવાની વાત જણાવી હતી.  ત્યારબાદ બધાએ સાથે ધરમપુર જઈને કન્યા જોઈ હતી. કન્યાનું નામ પ્રજ્ઞા જણાવવામાં આવ્યું હતું. બધું જ સારું લગતા નરેશે લગ્ન માટે હા કહી હતી. ત્યારબાદ સગાઈ માટે 5100 રૂપિયા રોકડા અને નારિયેળ પણ આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ નરેશ પાસે પ્રજ્ઞાના સેંથામાં સિંદૂર પુરવામાં આવ્યું હતું અને લગ્ન પેટે નરેશ પાસેથી 1.65 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 21 જાન્યુઆરીના રોજ સામાજિક રીતિ રિવાજો પ્રમાણે નરેશ અને પ્રજ્ઞાના લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા.લગ્ન સમયે નરેશનો મિત્ર પ્રદીપ ત્યાં હાજર હતો. પ્રજ્ઞાના કોઈ સંબંધીઓ હાજર નહોતા. ત્યારબાદ 4 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞાને આપેલ સોનાની બુટ્ટી, ચાંદીના સાકળા, ચાંદીની વીંટી એક મોબાઈલ ફોન લઈ કોઈને કાઇ પણ કહ્યા વગર નરેશના ઘરથી રફુચક્કર થઈ ગઈ હતી.

ત્યારબાદ ઘણા દિવસ સુધી નરેશ અને તેના પરિવારજનો દ્વારા પ્રજ્ઞાનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ પ્રજ્ઞાનો કોઈ સંપર્ક ના થવાના કારણે નરેશને લાગ્યું કે પોતે છેતરાયો છે અને તેને આ બાબતની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. જેમાં 10 લોકો વિરુદ્ધ તેને ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીઓને શોધવા માટે તજબીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,આ કિસ્સો વર્ષ 2021ના એપ્રિલ મહિનામાં સામે આવ્યો હતો.

Live 247 Media

disabled