નવરાત્રિના ગરબા ક્લાસમાં ચેક કરાશે છોકરાઓનાં આઇકાર્ડ, જો બીજા ધર્મનો યુવક ઘુસ્યો તો ખેર નથી - Chel Chabilo Gujrati

નવરાત્રિના ગરબા ક્લાસમાં ચેક કરાશે છોકરાઓનાં આઇકાર્ડ, જો બીજા ધર્મનો યુવક ઘુસ્યો તો ખેર નથી

હાલ તો ગુજરાત સહિત દેશભરમાં લવ-જેહાદના કિસ્સા ઘણા ચર્ચામાં છે. નવરાત્રિ દરમિયાન બીજા ધર્મના યુવકો નામ બદલી હિન્દુ યુવતીઓને ફસાવતા હોવાની ઘણી ફરિયાદો ઊઠી છે અને તેને લઇને કેટલીક યુવતીઓનું જીવન પણ નરક સમાન બની ગયું છે. ત્યારે મોટે ભાગે બીજા ધર્મના યુવકો ગરબા ક્લાસીસમાં જોડાઈ હિન્દુ યુવતીઓને ફસાવતા હોય છે અને પછી નિયમિત સંપર્ક કરીને તેમને ધીરે ધીરે પોતાની તરફ આકર્ષાતા હોય છે. જોકે, આ વખતે આ મોડસ ઓપરેન્ડીને ફેલ કરવા હિન્દુ સંગઠનોએ અલગ સ્ટ્રેટેજી બનાવી છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ,

નવરાત્રિના નામે બીજા ધર્મના યુવકો કેટલાક હિન્દુ મિત્રો સાથે તેમના ગ્રુપમાં ગરબા ક્લાસ સુધી પહોંચી જતા હોય છે અને પછી આ રસ્તો શોધી લીધા બાદ તેઓ પોતાનું નામ બદલી નાખે છે. ગરબા ક્લાસીસના સંચાલકોને તો પૈસાથી જ નિસ્બત હોય છે અને તેઓ કોઈ વેરિફિકેશન પણ કરતા હોતા નથી. ત્યારે આવા ક્લાસમાં પ્રવેશ મેળવી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે, પરંતુ આ વખતે આવું નહીં થવા દેવાય. નવરાત્રિ પહેલાં હિન્દુ સંગઠનો દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી છે.

તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા ગરબા ક્લાસમાં પહોંચીને સંચાલકોનો સંપર્ક કરશે અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરીને કોઈપણ બીજા ધર્મનો યુવક ગરબા શીખવવા આવે છે કે કેમ તેની ખાતરી કરશે. ત્યારબાદ આઈ-કાર્ડ ચેક કરવામાં આવશે અને ગરબા શીખવા કોઈ બીજા ધર્મનો યુવક આવતો હોય તો તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. તેઓના જણાવ્યા અનુસા, ગરબા-સંચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે તમામ વ્યક્તિઓની ચકાસણી કરી લેવી જરૂરી છે.

ઘણી વખત હિન્દુ મિત્રો વર્તુળમાં જ રહેતા હોવાને કારણે સહજ ભાવે ગરબા ક્લાસીસમાં હિન્દુઓ પોતાના બીજા ધર્મના મિત્રોને લઈ જતા હોય છે, પરંતુ એનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. આવા કિસ્સાઓમાં પણ ગરબા ક્લાસના સંચાલકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમને પ્રવેશ આપવો નહીં અને જો કોઈ બીજા ધર્મનો યુવક જોવા મળશે તો કડક પગલાં લેવામાં આવશે.

Live 247 Media

disabled