ગર્લફ્રેન્ડને પ્રગ્નેન્ટ કરીને બોલ્યો હવે નહિ કરું તારી સાથે લગ્ન, યુવતીએ પોલીસ સ્ટેસ્ટન જઈ નોંધાવી ફરિયાદ અને પછી થયું આવું.. - Chel Chabilo Gujrati

ગર્લફ્રેન્ડને પ્રગ્નેન્ટ કરીને બોલ્યો હવે નહિ કરું તારી સાથે લગ્ન, યુવતીએ પોલીસ સ્ટેસ્ટન જઈ નોંધાવી ફરિયાદ અને પછી થયું આવું..

બિહારના જહાનાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમિકાને પાંચ મહિનાનો ગર્ભવતી રહ્યા બાદ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી તો પ્રેમિકાએ હાર ન માની પરંતુ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસનું દબાણ થતાં પ્રેમી યુવક પોલીસ સ્ટેશને આવી ગયો હતો. પોલીસે આ મામલે નિર્ણય લેતા બંનેના લગ્ન કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

પ્રેમિકાના સંબંધીઓએ જણાવ્યું કે બોયફ્રેન્ડ સોનેલાલ કુમારે મુન્ની કુમારી સાથે છેતરપિંડી કરી છે. તેણે તેની સાથે લગ્નના બહાને આડાસંબંધ બાંધ્યો હતો અને તે પાંચ માસની ગર્ભવતી બનતાં તે હવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારપછી ગર્લફ્રેન્ડે આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ બાબતને ગંભીરતાથી લઈને મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ જ્યારે બોયફ્રેન્ડ સોનેલાલ કુમારને ખબર પડી કે ગર્લફ્રેન્ડ પોલીસ સ્ટેશન પહોંચી છે તો તેનો પરસેવો છૂટી ગયો હતો. તે પણ ચૂપચાપ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં મહિલા પોલીસ સ્ટેશનની પોલીસે બંનેના લગ્ન મંદિરમાં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પ્રેમિકાના સંબંધીઓએ જણાવ્યું કે બંને કાકો પ્રખન્ડના કાલી સ્થળના રહેવાસી છે અને બંને રોજ મળતા હતા. ટૂંક સમયમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. પ્રેમી સોનેલાલ કુમારે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી. અચાનક તેની તબિયત બગડતાં પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે તબીબોએ છોકરીની પ્રેગ્નન્સીની જાણ કરી તો પરિવારજનોમાં હોબાળો મચી ગયો. આ પછી બંનેની લવસ્ટોરી સામે આવી હતી.

જો કે યુવતીના પરિવારજનો લગ્ન કરવા તૈયાર હતા પરંતુ બોયફ્રેન્ડ સોનેલાલે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે પ્રેમીને સમજાવ્યો. જે બાદ બંનેએ નજીકના ગૌરક્ષણી મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પ્રેમી યુગલના લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રેમી યુગલના લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.

Live 247 Media

disabled