ખુશખબરી: ગોપાલ ઇટાલિયાના ઘરે ગુંજી કિલકારી, જોઈ લો લક્ષ્મીજી પધાર્યા કે બેબી બોય - Chel Chabilo Gujrati

ખુશખબરી: ગોપાલ ઇટાલિયાના ઘરે ગુંજી કિલકારી, જોઈ લો લક્ષ્મીજી પધાર્યા કે બેબી બોય

ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને સૌથી મજબૂત ટક્કર આપતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સતત પ્રવાસ કરી રહ્યા છે. બીજી તરફ ગોપાલ ઈટાલિયા રાજ્યમાં AAPનો સૌથી મોટો ચહેરો છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરી રહેલ ઈટાલિયા આ દિવસોમાં ઘણા વિવાદોમાં ઘેરાયેલું છે. પીએમ મોદી, તેમની માતા હિરા બા અને મહિલાઓ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનોના જૂના વીડિયોને કારણે તેમને જેલની સફર પણ કરવી પડી હતી.

જો કે આ બધાની વચ્ચે હવે ગોપાલ ઈટાલિયાના જીવનમાં ઘણી ખુશીઓ છે. ગોપાલ ઇટાલિયાના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો છે. ગોપાલ ઇટાલિયાએ દીકરી સાથેની તસવીર શેર કરતા લખ્યુ- કાલે ખોડિયાર માતાજી અને ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ રાત્રે મને માતાના આર્શીવાદ મળ્યા અને મારા ઘરે લક્ષ્મીજી સ્વરૂપ દીકરીનો જન્મ થયો. પ્રેમાળ દીકરીનું આ ખૂબસુરત દુનિયામાં અને મારા પરિવારમાં સ્વાગત છે.

દીકરીને બધાનો આશીર્વાદ મળે એ જ પ્રાર્થના. જણાવી દઇએ કે, ઈટાલિયાવા અત્યાર સુધીમાં ત્રણ વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં તેમણે પીએમ મોદીને ગાળો આપવા સિવાય ઘણી વિવાદાસ્પદ વાતો કહી હતી.બીજા વિડિયોમાં, ઇટાલિયાએ મહિલાઓ પર ટિપ્પણી કરી હતી અને ત્રીજા વિડિયોમાં તેઓ મોદીને નીચ પ્રકારના માણસ અને તેમની માતાને નોટંકીબાજ જેવા શબ્દો કહી રહ્યા હતા.

આ વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કર્યા. પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરા બા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સ્મૃતિ ઈરાનીએ ઈટાલિયાને ગટર માઉથ કહ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં, દિલ્હી પોલીસે ગુરુવારે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હતી અને તેમને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગયા. જો કે થોડા કલાકોની અટકાયત બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

Live 247 Media

disabled