જૂનાગઢ રાજકોટમાં સુરજ સોલંકી ભુવાજીએ 10 મહિના રંગરેલિયા મનાવીને મજા કરી લીધી, છેલ્લે યુવતીએ ભર્યું આવું પગલું - Chel Chabilo Gujrati

જૂનાગઢ રાજકોટમાં સુરજ સોલંકી ભુવાજીએ 10 મહિના રંગરેલિયા મનાવીને મજા કરી લીધી, છેલ્લે યુવતીએ ભર્યું આવું પગલું

હાલમાં જ બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમની એક ફિલ્મ આવી છે, જેનું નામ અ થર્સ ડે છે. આ ફિલ્મમાં યામી ગૌતમને એક ટીચર તરીકે બતાવામાં આવી છે, તે લીડ રોલમાં છે જયારે યામી 16 જેટલા બાળકોને કિડનેપ કરે છે અને ત્યાર બાદ ફિલ્મની કહાની શરૂ થાય છે. અંત સુધીમાં દર્શકો સુધી એક સંદેશ પહોંચે છે કે કઇ રીતે આપણા દેશમાં અનેક બળાત્કાર પીડિત બાળકી, યુવતી કે પછી મહિલાઓને ન્યાય નથી મળી રહ્યો ત્યારે ન્યાય મેળવવા પીડિતોને ઘણુ કરવું પડતુ હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે રાજકોટનો છે.

એક મહિલાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ યુવતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સો.મીડિયામાં આ યુવતિએ અંતિમ નોટ પણ મૂકી છે, જેમાં તેણે સુરજ સોલંકી નામના ભુવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે આ નોટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સરજ સોલંકી નામના ભુવાએ તેને ગર્ભવતી બનાવી તે બાદ ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ ઉપરાંત સુરજ સોલંકી સિવાય સંજય અને ગુંજન જોશી કે જે સુરજના બે મિત્રો છે તે વારંવાર પરેશાન કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

રાજકોટમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢની યુવતિએ રાજકોટ પોલિસ મહિલા સ્ટેશને જઇ ઝેરી દવા ગટગટાવી હતી. સુરજ સોલંકીએ આ યુવતિ પર 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનામાં યુવતિએ સો.મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી. એટલું જ નહિ યુવતિએ સુરજ સોલંકીના મિત્ર સંજય સોહિયાનો ઉલ્લેખ કરી તેને અમદાવાદ આશ્રમ રોડ સર્કલ મજીક ગાડીમાં બેસાડી માર મારી અને ગાડીમાંથી ફેકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

યુવતિએ જે પોસ્ટ મૂકી હતી તેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે 10 મહિના પહેલા સુરજ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ તેનો પર્સનલ મોબાઈલ નંબર યુવતિને આપ્યો હતો. થોડા સમય સુધી વાતચીત બાદ લગ્નનું વચન પણ સુરજ સોલંકીએ યુવતિને આપ્યું હતું, અને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ સમય દરમિયાન તે યવતિ ગર્ભવતી થઈ ગઇ હતી, અને આ વાતની જાણ સૂરજને થતા તેણે યુવતિને કોઇક દવા આપી હતી અને ગર્ભપાત કરાવ્યો હતો અને છેલ્લાં 1 મહિનાથી તે યુવતિને મૂકીને ચાલ્યો ગયો હતો.

તેણે વધુમાં પોસ્ટમાં લખ્યુ હતુ કે, સુરજ સોલંકીએ તેને પત્ની બનાવીને સો.મીડિયામાં તસવીરો વાયરલ કરી દીધી હતી અને ત્યારબાદ આ યુવતિ સુરજને મનાવવા અમદાવાદ આવી પહોંચી હતી. જયાં તેના મિત્રએ આશ્રમ રોડ સર્કલ પર યુવતિને ગાડીમાં બેસાડી માર માર્યો હતો અને તેને ગાડીમાંથી ફેંકી દીધી હતી. આ ઉપરાંત સુરજ સોલંકીનો બીજો મિત્ર જેનું નામ ગુંજન જોશી છે કે સો.મીડિયામાં લાઇવ થઇ યુવતિને બદનામ કરે છે.

ત્યારે યુવતિએ કહ્યુ- હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે, સુરજ સોલંકી ભૂવાજીના નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ધરાવે છે. તે મેલડી માનો ભક્ત હોવાનું સો.મીડિયા પર જોવા મળે છે. તે સો.મીડિયામાં ઘણો એક્ટિવ પર રહે છે. તેના ઘણા સંત મહંત સાથે બેસણા પણ હોવાનું ઇન્સ્ટાગ્રામ પરથી સ્પષ્ટ થાય છે.

Live 247 Media

disabled