ભુજમાં છોકરી સાથે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત હતો યુવક, ત્યારે જ અચાનક આવી ગઇ એક મહિલાએ મારી એન્ટ્રી, પછી તો - Chel Chabilo Gujrati

ભુજમાં છોકરી સાથે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત હતો યુવક, ત્યારે જ અચાનક આવી ગઇ એક મહિલાએ મારી એન્ટ્રી, પછી તો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવાનો રૂપસુંદરી યુવતિઓની પ્રેમજાળમાં ફસાઇ જતા હોય છે અને તે બાદ સુખ માણવાની લાલચ તેમના પર જ ભારે પડતી હોય છે. ત્યારે એક એવો કિસ્સો ભૂજના સુખપરથી સામે આવ્યો હતો, જેમાં એક યુવકને સોશિયલ મીડિયા પર યુવતિ સાથે પરિચય થયો હતો અને તે યુવતિએ આ યુવકને સુખની લાલચ આપી હતી. જે બાદ તે જયારે છોકરી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો ત્યારે જ એક મહિલા આવી અને તેણે આક્ષેપ કર્યો કે તે મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. આ બહાને તેણે યુવક પાસેથી 50 હજાર પડાવ્યા અને તે પછી બ્લેકમેઇલ કરવાનું શરૂ થયુ.

આ રીતે યુવક પાસેથી તેણે લાખો રૂપિયા પડાવ્યા અને  પછી અપહરણ કર્યુ, જે બાદ યુવકે આ મામલે ફરિયાદ કરતા ત્રણ યુવકને પોલિસે ઝડપી પાડ્યા હતા. આ મહિલાની ઓળખ પણ કરી દેવાઇ હતી. હનીટ્રેપની જાળમાં ફસાવી યુવકનું અપહરણ કરી 16 લાખ ખંડણી માંગવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે. ઘટનાની વિગત તપાસીએ તો, 36 વર્ષિય વિનોદ ગોરસિયા કે જેઓ સુખપર ગામમાં રહે છે. તેને સુખની લાલચ આપી એક રૂમમાં લઇ જવાયો હતો.

ત્યાં તે રંગરેલિયા મનાવી રહ્યો હતો ત્યારે અચાનક એક મહિલાએ આવીને કહ્યુ કે તે મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. આ મામલો શાંત પાડલા તેણે યુવક પાસેથી રૂપિયા પડાવ્યા હતા. 50 હજાર પડાવી લીધા બાદ તેણે બ્લેકમેઇલિંગ શરૂ કર્યુ અને બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ દવા પી લીધી છે, મરી ગઈ છે એવા બહાના કરી વિનોદ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. જે બાદ અચાનક વિનોદનું મીરજાપરના બસ સ્ટેન્ડથી અલ્ટો કારમાં અપહરણ કરવામાં આવ્યુ અને 16 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે ગાડીમાં માર મારી 16 હજાર લૂંટી લેવાયા હતા.

ગાડીમાં આવેલા શખ્સો કથીત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ આપી હતી જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરતા સગીર અને મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી અને આ ઉપરાંત 16 હજાર રિકવર કરવામાં આવ્યા છે.

Live 247 Media

disabled