ગર્લફ્રેન્ડ સાથે જિમની અંદર રંગેહાથ ઝડપાઇ ગયેલા પતિની પત્નીએ કરી એવી હાલત કે વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો - Chel Chabilo Gujrati

ગર્લફ્રેન્ડ સાથે જિમની અંદર રંગેહાથ ઝડપાઇ ગયેલા પતિની પત્નીએ કરી એવી હાલત કે વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

બેશરમ લફરાબાજ પતિની જુઓ કેવી ધોલાઈ થઇ, વચ્ચે પ્રેમિકા કૂદી પડી તો એને પણ જોરદારની ફટકારી- જોઈ લો વીડિયો

લગ્નેતર સંબંધો છુપાવ્યા પણ છુપાતા નથી હોતા. આજના સમયમાં પતિ પત્ની અને વો વચ્ચેના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે,  આ સંબંધોનો જયારે ખુલાસો થાય ત્યારે તો જોવા જેવી થાય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્નીએ તેના પતિને તેની પ્રેમિકા સાથે જિમની અંદર રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટના બની છે ભોપાલમાં જ્યાં પતિ તેની પ્રેમિકા સાથે જિમની અંદર હતો ત્યારે જ પત્ની આવી પહોંચી અને ત્યારબાદ પત્ની ચપ્પલ લઈને મારવા માટે ફરી વળી હતી, જેનો કોઈએ વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો. આ વીડિયો પણ થોડી જ વારમાં ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

જયારે પત્નીને ખબર પડી કે તેના પતિનું જિમની અંદર કોઈ અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે, તો પત્ની જિમ પહોંચી ગઈ અને તેને ત્યાં જોઈને બધા જ હેરાન પણ રહી ગયા. વીડિયોની અંદર યુવકને છૂટાછેડાના કેસની વાત કરતા પણ સાંભળી શકાય છે. હાલમાં આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે અને આ મામલામાં પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે.

ભોપાલના કોહેફિજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જિમ આવેલું છે. અહીંયા આ પરણિત યુવક પણ કસરત કરવા માટે આવે છે. ત્યાં જ એક યુવતી આવતી હતી. તેની સાથે યુવકની મિત્રતા થઇ ગઈ અને ધીમે ધીમે આ મિત્રતા અફેરમાં બદલાઈ ગઈ. આ વાતની ખબર યુવકની પત્નીને પહોંચી અને તેને આ બંનેને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કરી લીધું અને જિમમાં પહોંચી ગઈ.

વીડિયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવકની પત્ની એક અન્ય મહિલા સાથે જિમમાં આવી છે. જિમમાં પહોંચવાની સાથે જ તેને પોતાના ચપ્પલથી લોઅર અને ટીશર્ટ પહેરેલી એક યુવતીને મારવાનું શરૂ કરી દીધું. તો યુવક યુવતીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ બધા વચ્ચે જ યુવતી જિમની અંદરની તરફના ભાગમાં ચાલી જાય છે. ત્યારે યુવકની પત્ની કહી રહી છે કે તારું આની સાથે અફેર ચાલી રહ્યું છે. જેના બાદ યુવતી તેના પતિને પણ ચપ્પલથી મારવાનું શરૂ કરી દે છે. પત્ની તેના પતિના વાળ ખેંચી અને ચપ્પલથી મારતી નજર આવી રહી છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપવા લાગી ગયા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ જણાવી રહ્યા છે કે પત્નીએ બરાબરનો પતિ અને તેની પ્રેમિકાને મેથીપાક ચખાડ્યો.

છેલ્લા થોડા દિવસથી આવી ઘણી જ ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેમાં પતિ અને પત્નીના અફેર બહાર પડી જવાના કારણે મોટો તમાશો પણ ઉભો થતો હોય છે.  ઘણા સ્થાનિક લોકો પણ આ તમાસો જોયા કરતા હોય છે અને તેના વીડિયો પણ બનાવી લેતા હોય છે.


સોશિયલ મીડિયામાં પણ પતિ પત્નીના આવા ઝઘડાના ઘણા વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે. પરંતુ આવી ઘટનાઓ દ્વારા એક વાત તો જાણી શકાય છે, કે લગ્નેત્તર સંબંધો કયારેય છુપા રહી શકતા નથી, અને ગમે ત્યારે ખુલ્લા પડી જ જાય છે. પરંતુ જયારે આવા સંબંધો ખુલ્લા પડે છે ત્યારે આવા જ હોબાળા પણ થતા જોવા મળતા હોય છે.


આજે જમાનો આધુનિક બની ગયો છે, અને આજે સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ વ્યક્તિ સાથે ઘરમાં બેઠા બેઠા પણ વાત થઇ શકે છે. આજે માણસ હકીકતમાં ઓછો અને ઓનલાઇન વધારે મળે છે, ઘણા લોકો ટાઈમ પાસ માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે અને આ સોશિયલ મીડિયા દ્વારા જ કોની સાથે મિત્રતા બંધાઈ જાય અને એ મિત્રતા પ્રેમમાં પરિણમે કહેવાય ના શકાય. ઘણી ખરી પરણિત મહિલાઓ અને પરણેલા પુરુષો પણ સોશિયલ મીડિયાના મારફતે આવા લગ્નેત્તર સંબંધો બંધાતા હોય છે.

Uma Thakor

disabled