ભાવનગરમાં રૂપાળી યુવતી વેપારીને પોતાના ઘરે લઈ ગઈ, એક એક કપડાં ઉતારીને એવો મૂડ બનાવ્યો કે, છેલ્લે અઢી કરોડ..... - Chel Chabilo Gujrati

ભાવનગરમાં રૂપાળી યુવતી વેપારીને પોતાના ઘરે લઈ ગઈ, એક એક કપડાં ઉતારીને એવો મૂડ બનાવ્યો કે, છેલ્લે અઢી કરોડ…..

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપની ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ દ્વારા પુરુષોને ફસાવી તેમની સાથે અંગત પળો માણવામાં આવે છે અને પછી તેનો વીડિયો ઉતારી કે ફોટો ક્લિક કરી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવામાં આવે છે. જે બાદ પીડિત પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે. ઘણીવાર તો આવા મામલાઓ સામે આવ્યા બાદ પોલિસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે હાલમાં આવો જ એક મામલો ભાવનગરમાંથી સામે આવ્યો છે.

જેમાં વેપાર અર્થે આવતા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા બાદ તેમનો અશ્લીલ વીડિયો ઉતારી તેમની પાસે 2.50 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જો કે, આ બન્ટી-બબલીની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઇએ કે, 50 વર્ષિય વેપારી મોરબીના વાંકાનેરના છે, જેઓ તેમના ધંધાના કામ માટે ભાવનગર આવતા જતા રહેતા હતા. આ દરમિયાન તેમની ઓળક પાંચેક વર્ષ પહેલા દિવ્યા નામની યુવતી સાથે થઈ હતી. જેની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે વેપારી પાસે વારંવાર રૂપિયા લઈ જતી.

ત્યારે ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ દિવ્યાએ વેપારીને ફોન કરીને પૂછ્યું કે તમે ભાવનગર ક્યારે આવવાના છો, મારે તમારું કામ છે. વેપારી 2 જાન્યુઆરીએ ભાવનગરના ઘોઘા સર્કલ પર આવ્યા અને પછી દિવ્યા તેમને પોતાના અકવાડામાં આવેલા ઘરે લઈ ગઈ, જ્યાં તેણે વેપારીને શરીર સુખની લાલચ આપી. જો કે, વેપારી પણ લપસી પડ્યા. પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે તેમનો અંગત પળનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે. દિવ્યાએ પહેલેથી જ બનાવેલા પ્લાન પ્રમાણે વેપારીને બાથમાં ભીડ્યા અને તેમના કપડાં ઉતરાવીને કઢંગી હાલતમાં અશ્લીલ વીડિયો ઉતારી લીધો.

જે પછી આ વીડિયો વેપારીને દિવ્યાના સાગરિતે મોકલ્યો અને તેણે પોતાને દિવ્યાનો પતિ ગણાવી ધમકી આપી. વેપારી પાસે અઢી કરોડની માગણી કરવામાં આવી અને જો તે પૈસા ન આપે તો તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી. ત્યારે વેપારી આને લઇને પોલીસ પાસે મદદ લેવા માટે પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ દિવ્યા અને તેના સાગરિત ભરત ઉર્ફે ભોલાની ધરપકડ કરી લીધી.

Live 247 Media

disabled