ભાવનગરમાં પતિ સાળી સાથે ઘરમાં ઘપાઘપ કરી રહ્યો હતો, ત્યાં જ પત્ની પહોંચી ગઈ – પછી પતિએ કર્યો ધડાકો

પતિ પત્ની અને વૉના કિસ્સાઓ ઠેર ઠેરથી સામે આવતા હોય છે, ઘણીવાર આવા કિસ્સાઓમાં પરિણામ પણ ખુબ જ ગંભીર આવે છે,  ઘણીવાર તો પરિવારની અંદર જ એવા અતરંગી સંબંધો બંધાતા હોય છે કે તેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. ઘણીવાર દિયર ભાભી અને જીજા સાળી વચ્ચેના સંબંધો પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં પોતાના પતિના ત્રાસના કારણે પોતાના બે વર્ષના દીકરાને લઈને પોતાના પિયરમાં રહેતી અને હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતી એક પરણિતાએ તેની મામાની દીકરી સાથે તેના પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.પતિ તેની પત્નીના મામાની દીકરી સાથે જ પ્રેમમાં હતો અને બંને વચ્ચે આડા સંબંધો પણ હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મહિલાએ 5 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પતિ દારૂ પીતો હતો અને મહિલા ઉપર સતત અત્યાચાર પણ ગુજારતો હતો, લગ્ન બાદ તેમને એક સંતાન તરીકે દીકરો પણ હતો, પરંતુ આખરે પતિના ત્રાસથી કંટાળીને પરણિતા તેના પિયર આવી ગઈ હતી અને હીરા ઘસીને પોતાનું ભરણપોષણ કરી રહી હતી.

પરણીતાને શંકા હતી કે તેના પતિનું તેની મામાની દીકરી સાથે પણ અફેર ચાલે છે, જીજા સાળી વચ્ચે ચાલી રહેલા આ અનૈતિક સંબંધોનો પર્દાફાશ કરવા માટે પરણીતાએ ગત રોજ બપોરેના સમયે મામાકોઠાર રોડ ઉપર આવેલા એક મકાનમાં પહોંચી. જ્યાં તેનો પતિ તેની મામાની દીકરી સાથે રંગરેલીઓ મનાવી રહ્યો હતો. જ્યાં પહોંચીને તેમને રંગેહાથ ઝડપી લીધા અને મહિલા હેલ્પ લાઈનની મદદ લીધી.

પરણિતાની મદદે આવેલી 181ની ટીમના સભ્યોએ પરણિતાની મામાની દીકરીને સમજાવી હતી, પરંતુ યુવતીએ મારે આની સાથે જ પરણવું છે તેમ જીદ કરી હતી. ત્યારબાદ પરણિતાના પતિએ પણ પોતાની પત્ની ગમતી નથી અને બાળકને પણ જેમ કરવું હોય તેમ કરે એમ કહીને પોતાના હાથ ઊંચા કરી લીધા હતા. આ બંને 181ની ટીમ સામે પણ થયા હતા અને ત્યારબાદ ગંગાજળિયા પોલીસ મથકમાં જાણ કરીને પોલીસને સોંપવામાં આવ્યા હતા.

After post

disabled