અમદાવાદની કાજલ પટેલ ભાવનગરના ડોક્ટરને રંગરેલિયા માનવવા હોટેલમાં લઇ ગઈ, ઉપરનું કાળીને કહ્યું દોઢ કરોડ રૂપિયા.... - Chel Chabilo Gujrati

અમદાવાદની કાજલ પટેલ ભાવનગરના ડોક્ટરને રંગરેલિયા માનવવા હોટેલમાં લઇ ગઈ, ઉપરનું કાળીને કહ્યું દોઢ કરોડ રૂપિયા….

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે, જેમાં અનેકવાર યુવકો કે આધેડને ફસાવી રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગરમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નામાંકીત તબીબ સાથે મિત્રતા કેળવી અમદાવાદની યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ યુવતિ અને મળતિયાઓએ દોઢ કરોડ રૂપિયાની માગણી કરતા ચકચાર મચી જવા પામી છે.

હાલ તો આ મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે. યુવતિએ ભાવનગરના નામી તબીબનો વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા અને પછી વીડિયો જાહેર ન કરવા અને મામલાની પતાવટ માટે દોઢ કરોડની ખંડણી માગી. જો કે તબીબે પોલીસનું શરણું લેતાં ભાવનગરની બોરતળાવ પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી યુવતી સહિત બે લોકોને હસ્તગત કર્યા હતા.

માહિતી અનુસાર, ભાવનગરના એક જાણિતા ડોક્ટરને અમદાવાદમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવવી ભારી પડી છે. યુવતિએ ડોક્ટરને મોહજાળમાં ફસાવ્યા અને પછી તેની સાથેનો અંગતપળોનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી. જે બાદ આ મામલની પતાવટ માટે દોઢ કરોડ જેટલી રકમની માગ કરી હતી. તબીબે પોલીસનો સંપર્ક કરતા અલગ અલગ ત્રણ ટીમો બનાવી હાલ તપાસ શરૂ કરી છે.

હનીટ્રેપ મામલે બે આરીપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.ભાવનગરના નામી તબીબને અંદાજે પાંચ માસ પૂર્વે અમદાવાદની કાજલ પટેલ નામની યુવતીએ વોટ્સએપ પર સંદેશો મોકલી મિત્રતા કેળવી અને પછી મિત્રતા આગળ વધતાં બંને ફોન પર વાત કરતા હતા. જ્યારે તબીબ સુરત હતા, ત્યારે આરોપી યુવતીએ તેમને હોટેલમાં બોલાવી ઠંડુ પીણું પીવડાવ્યું અને પછી તે પીવાથી ડોક્ટર નશાના કેફમાં આવી ગયા અને બેશુદ્ધ અવસ્થામાં ધકેલાઈ ગયા. જે બાદ તેમને ભાન આવ્યું ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં હતા અને

તેમનો યુવતી સાથેનો વીડિયો ઉતરી ગયો હતો. જો કે તબીબ કંઈ સમજે તે પહેલાં જ મહાવીરસિંહ હોવાનું કહીને પોતાની ઓળખ આપનાર શખ્સે તેમને ફોન કરીને શહેરના પ્રવેશદ્વાર નજીક બોલાવ્યા અને આ વીડિયો બતાવી તેને વાયરલ ન કરવા દોઢ કરોડની ખંડણી માંગી. જે બાદ તબીબને સમજાયુ કે તે હનીટ્રેપમાં ફસાયા છે અને પછી તેમણે ગારિયાધાર ખાતે રહેતાં વિજય ભરવાડ અને બે અજાણ્યા માણસોએ તબીબને બોરડા ગામે મળવા બોલાવ્યા. જયાં તબીબને એક શખ્સના ફોનમાંથી કાજલ પટેલ સાથે વાત કરતાં યુવતીએ આ શખ્સોને નાણાં આપી દેવાનું કહ્યુ

અને તેમને આ ટ્રેપમાં ફસાવવા માટે દુશ્મનોએ જ કામ સોંપ્યું હોવાનું કહ્યું હતું. તબીબે હિંમત દાખવી મદદનીશ પોલીસ વડા અને બોરતળાવ પોલીસનો સંપર્ક સાધ્યો અને આખરે પોલીસે યુવતી તથા તેના બે સાગરિત અને બે અજાણ્યા મળી કુલ 5 વિરૂદ્ઘ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 387,328,506(2),120(B) તથા આઈટી એક્ટ 66(E) મુજબ ગુન્હો નોંધી યુવતી સહિત બેની અટકાયત કરી.

Live 247 Media

disabled