ભાવનગરમાં પેઢીના માલિકને કંપનીમાં કામ કરતી યુવતિએ બાહોપાશમાં લઇ બનાવ્યો હનીટ્રેપનો શિકાર, પછી એક કરોડ રૂપિયા ચુપચાપ.... - Chel Chabilo Gujrati

ભાવનગરમાં પેઢીના માલિકને કંપનીમાં કામ કરતી યુવતિએ બાહોપાશમાં લઇ બનાવ્યો હનીટ્રેપનો શિકાર, પછી એક કરોડ રૂપિયા ચુપચાપ….

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીક યુવતિઓ કે પરણિત મહિલાઓ દ્વારા તેમના પ્રેમી કે પતિ સાથે અથવા તો સાથીદારો સાથે મળી કોઇ યુવક કે આધેડને હનીટ્રેપમાં ફસાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી હજારો-લાખો અને ઘણીવાર તો કરોડ રૂપિયા પણ ખંખેરી લેવામાં આવતા હોય છે.

ત્યારે હાલમાં ભાવનગરમાંથી એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે, જેમાં કંપનીમાં કામ કરતી એક મહિલાએ કંપનીના માલિક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પછી તેને હનીટ્રેપમાં ફસાવી એક કરોડ રૂપિયા પડાવી લીધા. આ ઉપરાંત તેણે બીજા 25 લાખની માગ કરતા માલિકે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલિસે આ મામલે તપાસ કરી યુવતીની અટકાયત કરી હતી.

એક એન્ટરપ્રાઇઝના નામે કંપની ચલાવતી મહિલાએ તેની કંપનીમાં સુપરવાઇઝર તરીકે એક મહિલાને નોકરી પર રાખી હતી અને પછી મહિલા કોન્ટ્રાક્ટરના પતિ સાથે સુપરવાઇઝર મહિલાના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને પછી અનેક વખત અનૈતિક સંબંધો પણ રાખ્યા. જો કે, મહિલાએ પોતાની જરૂરિયાત સ્વરૂપે કંપનીના માલિક પાસેથી કટકે કટકે એકાદ કરોડ રૂપિયા પડાવી લીધા અને તે બાદ બહાર જવા માટે તેણે બીજા 25 લાખ રૂપિયાની માગ કરી,

જે બાદ શખ્સે ના પાડતા મહિલાએ બ્લેક મેઈલિંગ કરવાનું શરૂ કર્યુ અને પછી ધમકી આપી. જેને લઇને મહિલા કોન્ટ્રાક્ટરના પતિએ સુપરવાઇઝર મહિલા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવી. પોલિસે પણ ફરિયાદના આધારે યુવતીની અટકાયત કરી અને આ કેસમાં ફરાર એક આરોપીની શોધખોળ શરૂ કરી.

Live 247 Media

disabled