બ્રેકીંગ ન્યુઝ: આખરે આવી જ ગયું ભારતી સિંહ અને હર્ષનું બાળક, દીકરો આવ્યો કે દીકરી જોઈ લો - Chel Chabilo Gujrati

બ્રેકીંગ ન્યુઝ: આખરે આવી જ ગયું ભારતી સિંહ અને હર્ષનું બાળક, દીકરો આવ્યો કે દીકરી જોઈ લો

લાખો લોકોની ફેવરિટ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ઈચ્છા આખરે પૂરી થઇ ગઈ છે. ટીવી કપલ ઘણા સમયથી બેબી પ્લાનિંગ કરી રહ્યું હતું અને હવે તેમની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. ભારતીએ આજે બાળકને જન્મ આપ્યો છે. આ કપલ અગાઉ ઘણીવાર રિયાલિટી શોના સ્ટેજ પર તેઓ બેબી પ્લાનિંગ કરી રહ્યા હોવાનું કબૂલાત કરી હતી.

જ્યારે તેઓ ડાન્સ દીવાને 3 હોસ્ટ કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે તેમના ઘરે દીકરી જન્મે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સિવાય જ્યારે કિન્નર શોના મહેમાન બન્યા હતા ત્યારે પણ ભારતી સિંહે તેમના ઘરે દીકરી જન્મે તેવા આશીર્વાદ આપવા માટે કહ્યું હતુ. થોડાક દિવસ પહેલા સમાચાર આવ્યા જેમાં ભારતીએ કહ્યું મને ડર લાગે છે. મારી ડિલિવરીની તારીખ નજીક છે.

મારો હસબન્ડ અને હું બાળક વિશે વાત કરીએ છીએ. કોમેડિયને કહ્યું કે તેને લાગે છે કે તેનું બાળક ખૂબ જ રમુજી હશે કારણ કે તે બંને રમુજી છે. ભારતીએ ચાહકોને ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે તે અને હર્ષ બાળકના સમાચાર શેર કરશે. તમે જાણો છો કે ભારતી સિંહ ગમે ત્યારે માતા બની શકે છે. તેની ડિલિવરીની તારીખ એપ્રિલના પહેલા સપ્તાહમાં છે. ગર્ભાવસ્થાના તબક્કામાં પણ ભારતી સંપૂર્ણ રીતે સક્રિય છે. તે પતિ હર્ષ સાથે ખતરા ખતરા શો હોસ્ટ કરી રહી છે.

દોસ્તો તમને જણાવી દઈએ કે કોમેડિયન ભારતી સિંહ ધ કપિલ શર્મા શોમાં ‘કમ્મો બુઆ’ના પાત્રમાં છે. જો કે, છેલ્લા ઘણા સમયથી તેણે બ્રેક લીધો છે અને પતિ સાથે તેના કોમેડી શો પર ફોકસ કરી રહી છે.આ બંનેના લગ્ન વર્ષ 2017માં થયા હતા અને તેમના લગ્નજીવનને ચાર વર્ષ થઈ ગયા છે. ભારતી સિંહે ફર્સ્ટ બેબીને જન્મ આપ્યો છે અને તે બેબી બોય છે.

admins

disabled