મોબાઈલ ફાટ્યો ને 8 મહિનાની ફૂલ જેવી બાળકી મૃત્યુ પામી, આ કંપનીનો ફોન હોવ તો જલ્દી વાંચો - Chel Chabilo Gujrati

મોબાઈલ ફાટ્યો ને 8 મહિનાની ફૂલ જેવી બાળકી મૃત્યુ પામી, આ કંપનીનો ફોન હોવ તો જલ્દી વાંચો

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ઘણીવાર ઘણી નામી કંપનીઓના ફોનમાં પણ બ્લાસ્ટ થવાની ખબરો સામે આવતી હોય છે. મોબાઈલમાં બ્લાસ્ટ થવાના કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તો ઘણા ખરાબ રીતે દાઝી પણ જતા હોય છે. પરંતુ હાલ એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે જેમાં મોબાઈલ બ્લાસ્ટના કારણે એક 8 માસની માસુમ બાળકીનો જીવ ચાલ્યો ગયો.

આ દર્દનાક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના બરેલીમાંથી. અહીં ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ ફોનની બેટરી ફાટવાને કારણે ખાટલા પર આગ લાગી હતી, જેના કારણે તેમાં સુઈ રહેલી 8 મહિનાની માસૂમ બાળકીનું મોત થયું હતું. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં પરિવારજનો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને દાખલ કરવામાં આવી અને સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ થોડા સમય બાદ તેનું મોત થયું હતું.

બરેલી જિલ્લાના ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પચુમી ગામનો રહેવાસી સુનીલ કુમાર કશ્યપ મજૂરીનું કામ કરે છે. તે ઘરે મોબાઈલ ચાર્જિંગ પર મૂકીને કામે નીકળી ગયો હતો. ઘરમાં તેની પત્ની કુસુમ અને બે વર્ષની પુત્રી નંદિની તેમજ આઠ માસની નેહા ખાટલા પર સુતી હતી. ત્યારે આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો.

કુસુમે તેની બે દીકરીઓને અલગ-અલગ પલંગ પર બેસાડી ઘરના કામકાજમાં વ્યસ્ત કરી દીધા હતા. આ દરમિયાન નેહાના ખાટલા પર લટકતો મોબાઈલ ફાટ્યો હતો, જેના કારણે આગ લાગી હતી. ઘટનામાં નજીકના ખાટલા પર પડેલી બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. બધા દોડતા ત્યાં પહોંચ્યા.

કીપેડ વાળો ફોન 6 મહિના પહેલા જ ખરીદ્યો હતો, જેની બેટરી ફૂલી ગઈ હતી. આ પરિવાર બાંધકામ હેઠળના મકાનમાં રહે છે, જેમાં વીજળીનું કનેક્શન પણ નથી. વીજળીના ઉપયોગ માટે દરેક વ્યક્તિ સૌર પ્લેટનો ઉપયોગ કરે છે. ફરીદપુર પોલીસ સ્ટેશનના SHOએ કહ્યું કે પરિવારની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે. કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર બ્લાસ્ટ થયેલો આ ફોન લાવા કંપનીનો જણાવવામાં આવી રહ્યો છે.

Uma Thakor

disabled