બનાસકાંઠાના પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં 4 જીવન હોમાયા, કારનો વળી ગયો કચ્ચરઘાણ - Chel Chabilo Gujrati

બનાસકાંઠાના પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં 4 જીવન હોમાયા, કારનો વળી ગયો કચ્ચરઘાણ

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ઘણીવાર કોઇ વાહનચાલકની બેદરકારીને કારણે અથવા તો વાહનમાં કોઇ ટેક્નિકલ ઇસ્યુને કારણે અકસ્માતો બનતા હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક અકસ્માત નડ્યો હોવાની ખબર સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકો મોતને ભેટ્યા છે અને 8 વર્ષના બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે.

ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ અકસ્માત એટલો ખરાબ હતો કે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવા માટે કાર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ પરિવાર ગુજરાતથી જસોલ (બાડમેર) દર્શન કરવા ગયો હતો અને પરત ફરતી વેળાએ સવારે 8 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો.

પૂરઝડપે આવતી ટ્રકે કારને અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે ઘટનાસ્થળે જ ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટના સિણધરી (બાડમેર) ક્ષેત્રના હાઈવે પર ભાટલા ગામ નજીકની છે. જે 8 વર્ષનું બાળક ગંભીર છે તેની સાંચોર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે, એક જ પરિવારની 3 મહિલા અને 1 વ્યક્તિનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં તો આભ તૂટી પડ્યુ છે.

સહિત ગામમાં શોકનો માહોલ છાવાયો છે.મૃતકોમાં બનાસકાંઠાનાં ભાલડીના વતની 70 વર્ષિય કમલાદેવી, ઘાનેરાના 22 વર્ષિય રાજેશ માહેશ્વરી, 65 વર્ષિય દ્રૌપદીબેન અને 32 વર્ષિય મનિષાબેનનો સમાવેશ થાય છે. મૃતકો એક જ પરિવારના છે અને મૃતક રાજેશના ફોઈ અને માસીનાં મોત થયાં છે. જ્યારે 8 વર્ષીય મોન્ટૂની માતાનું પણ મોત થયું છે. મૃતક રાજુને ચા સપ્લાય કરવાનો વેપાર હતો.

ઉલ્લેખનીય છે કે, પાટણના સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડામાં પણ અકસ્માતની ઘટના બની છે. ST બસ પલટી મારતા કન્ડક્ટરનું મોત થયું હતુ, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. સ્ટેરિંગ લોક થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો અને તેમાં ST બસ કન્ડક્ટરનું મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત જે 15 ઘાયલ થયા હતા, તેમાંથી 6 મુસાફરોને ગંભીર ઇજાઓ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Live 247 Media

disabled