દેખા-દેખીના ચક્કરમાં આખો પટેલ પરીવાર હોમાઈ ગયો ! પરિવારના મોભી બળદેવભાઈ પટેલે રડતા રડતા જણાવી અંદરની વાત - Chel Chabilo Gujrati

દેખા-દેખીના ચક્કરમાં આખો પટેલ પરીવાર હોમાઈ ગયો ! પરિવારના મોભી બળદેવભાઈ પટેલે રડતા રડતા જણાવી અંદરની વાત

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતીઓ અને ભારતીયોને વિદેશમાં જઇ કમાવવાની લાલસા જાગી છે. ઘણા વિદ્યાર્થીઓ ભણવા તો ઘણા નોકરી કરવા માટે વિદેશ જવા ઇચ્છે છે. હાલમાં કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે ઘણા લોકોમાં વિદેશ જવાની લાલસા એટલી વધારે હોય છે કે તેઓ ગેરકાયદે રીતે ત્યાં પહોંચતા હોય છે. ત્યારે કેટલાક સમય પહેલા અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં ગુજરાતી યુવાનો પકડાયા હતા, જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓ અંગ્રેજી બોલી શકયા નહોતા, જે બાદ ભાંડો ફૂટ્યો હતો કે તેઓ ગેરકાયદે રીતે ત્યાં જઇ રહ્યા હતા. ત્યારે તેમની સામે હાલમાં અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે. કેનેડાથી અમેરિકામાં ઘૂસવા જતાં ઠંડીને કારણે મોતને ભેટેલા જગદીશભાઈના પિતા બળદેવભાઈ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. તેઓ વાત કરતાં કરતાં ઘણા ભાવુક થઈ ગયા હતા.

બળદેવભાઈ તેમની પત્ની મધુબેન, મોટા દીકરા મહેન્દ્ર અને તેના પરિવાર સાથે ડિંગુચા ખાતે રહે છે. તેઓએ જણાવ્યુ કે, અહીં કામ ઘણું છે, પણ એ કામ કોઈને પસંદ નથી. લોકોને મહેનત કરવી નથી અને દેખાદેખી પણ બહુ છે. તેમણે આગળ જણાવ્યુ કે, અમેરિકાથી લોકો આવે એ ત્યાં મજૂરી કરતા હોય, પણ અહીં આવીને સાચું ન કહેતા હોય. મોટી મોટી વાતો કરે અને સૂટબૂટ પહેરીને આવે. જેને કારણે અહીંના યુવાનો અમેરિકા તરફ ખેંચાય છે અને મોટો લાડવો ખાવા જાય છે. પરંતુ ત્યાં ગયા બાદ તેઓ ઘણા પસ્તાય છે. તેઓ વધુમાં જણાવે છે કે, આ બધા લોકો આપણું માનતા નથી, પણ તેમને જવાનો એટલો આગ્રહ હોય છે કે આપણે શું કરીએ ? મારો પોતાનો પુત્ર 36 વર્ષનો હતો. હું તેને એમ થોડી કહી શકું કે તું ના જઈશ.

પોતે ભણેલોગણેલો હતો. મારે ખેતીનું મોટું કામ છે, અમને ખાવા-પીવાની કે બીજી કોઈ તકલીફ પડે એમ નથી, પરંતુ લોકોના હિસાબે જગદીશ પણ અમેરિકા જવા ખેંચાયો. જગદીશે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ હતુ અને તેની પત્ની ગ્રેજ્યુએટ હતી. જો કે, તેને નોકરીની બહુ જરૂર નહોતી તેમ છત્તાં પણ તેણે થોડો સમય ગાંધીનગર કોલેજમાં નોકરી કરી. મારે ખેતી એટલો મોટી છે કે મારે ખુદને માણસની જરૂર હોય છે. એ મોટા ભાગે મારી સાથે જ રહેતો હતો. તેઓએ આગળ જણાવ્યુ કે, એક ભાઇ અમેરિકાથી દર છ મહિને ગામમાં આવે છે અને મોટી મોટી વાતો કરે છે. લોકો ત્યાં જાય પણ છે અને પછી અહીંથી જતા લોકો પાસે મજૂરી કરાવીને તેમને પગાર આપવામાં ગલ્લા-તલ્લા કરે છે.

પછી અમુક મહિનાઓ પછી કામ પર રાખેલા છોકરાઓને અવનવાં બહાનાં બનાવી પગાર આપવામાં ધાંધિયા કરે છે અને છેવટે કંટાળીને તે યુવાન નોકરી છોડીને ભાગી જાય છે. તેઓ જણાવે છે કે, પરિવારને યાદ કરીને રાતોની રાતો નીકળી જાય અને એટેક આવે એવું પણ થાય છે. તેમણે પૌત્રી ગોપીની વાત કરતા કહ્યુ તે સાતમા ધોરણમાં ભણતી હતી. એનો પહેલો નંબર આવતો હતો. તેનું રિઝલ્ટ પણ 98ટકા કે તેથી વધુ આવતું હતું. ઓછા માર્ક આવે તો એ ઝઘડતી કે મારું સાચું છે ને તમે ખોટું કેમ આપ્યું છે ?

જો કે, આ દરમિયાન તેઓ ઘણા ભાવુક થઇ ગયા. તેઓ કહે છે કે, રહેવા માટે તો મેં વ્યવસ્થા કરી કરોડોમાં મકાન બનાવી આપ્યું. તેઓ કહે છે કે તેમને બે મકાન અહીં છે અને અમદાવાદમાં પણ છે. અમેરિકા જવાની કોઈ જરૂર જ નહોતી. મારી ઉંમરના ઘણા માણસો અમેરિકા ગયા છે. મેં કદી પાસપોર્ટ પણ નથી કઢાવ્યો અને કદી મારે જવું પણ નથી. તેમણે કહ્યુ- હું જગદીશને કંઈ કહી શક્યો નહીં. તેણે મને કહ્યું કે પપ્પા, હું અમેરિકા જઉં છું. મેં કહ્યું, ભાઈ તારી ઈચ્છા. તને ઠીક લાગે એમ કર.

તો તેણે કહ્યું, છોકરાઓના ભાવિ માટે જઉં છું. તેઓ આગળ જણાવે છે કે, પરિવાર આજ સુધી હજી પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. જગદીશ અને પરિવારની અંતિમવિધિ કરવા તેઓ કેનેડા પહોંચ્યા પરંતુ તેમને એરપોર્ટની બહાર જ ના નીકળવા દીધા, જેને કારણે તેમને ઘણું દુઃખ થયું હતું અને તેઓ પરત ફર્યા હતા. ત્યાર બાદ કેનેડામાં રહેતા તેમના પિતરાઇ ભાઈએ જ જગદીશભાઇ અને તેમના પરિવારની અંતિમ વિધિ પૂરી કરી હતી.

Live 247 Media

disabled