ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ જન્મ દિવસે જ કરી તેની પ્રેમિકા સાથે સગાઈ, જુઓ સગાઈની શાનદાર તસવીરો - Chel Chabilo Gujrati

ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ જન્મ દિવસે જ કરી તેની પ્રેમિકા સાથે સગાઈ, જુઓ સગાઈની શાનદાર તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમની અંદર ઘણા ગુજરાતી ક્રિકેટરોનો દબદબો રહ્યો છે. વર્ષોથી ભારતીય ટીમમાં ગુજરાતી ક્રિકેટરો પોતાનું સ્થાન જમાવતા આવ્યા છે, જેમાં અજય જાડેજા હોય કે પછી રવિન્દ્ર જાડેજા, કે પછી યુવા ક્રિકેટર અક્ષર પટેલ. તેમને પોતાના પ્રદર્શનથી દેશ અને દુનિયામાં એક આગવું નામ બનાવ્યું છે.

ક્રિકેટરોના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે. હાલ ક્રિકેટપ્રેમીઓ માટે એક ખુબ જ ખુશીની ખબર આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેના જન્મ દિવસે જ તેની લાંબા સમયની પ્રેમિકા સાથે સગાઈ કરી લીધી છે. જેની તસવીરો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે.

ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરના રહેવાસી અક્ષર પટેલ મેહા નામની છોકરીને છેલ્લા કેટલાય સમયથી ડેટ કરી રહ્યો હતો. મેહ પણ ગુજરાતી જ છે અને તે ઘણીવાર અક્ષર પટેલને મેચ દરમિયાન ચીયર કરતી પણ જોવા મળી હતી. આ બંનેના આફેરની ખબરો પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી ત્યારે આખરે અક્ષરે તેના જન્મ દિવસે જ મેહા સાથે સગાઈ કરીને લોકોની અટકળો ઉપર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.

અક્ષરે સગાઈની જાણકારી આપતા લખ્યું છે કે, “જીવનની આ નવી શરૂઆત છે. હંમેશા માટે અમે એક સાથે છીએ. તને આખી જિંદગી પ્રેમ કરતો રહીશ.” આ સાથે જ અક્ષરે પોતાની પ્રેમિકા મેહા સાથેની ઘણી તસવીરો પણ શેર કરી છે જેમાં બંને સગાઈ દરમિયાન એકબીજાને પહેરાવેલી વીંટી પણ બતાવી રહ્યા છે.

આ તસવીરો જોઈને લાગી રહ્યું છે કે સગાઈના સ્થળને પણ ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં અક્ષર અને મેહાના પરિવાર ઉપરાંત કેટલાક નજીકના લોકો પણ હાજર રહ્યા હતા. અક્ષરના તસવીરો શેર કરવાની સાથે જ ચાહકો તેને સગાઈ કરવાની શુભકામનાઓ આપી રહ્યા છે.

આ ઉપરાંત અક્ષરને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ દ્વારા પણ મજાકિયા અંદાજમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. દિલ્હી કેપિટલ દ્વારા પણ અક્ષરને શુભકામનાઓ પાઠવામાં આવી છે. આ ઉપરાંત આર પી સિંહ, યુઝી ચહલ, જયદવેવ ઉનડકટ, સૂર્ય કુમાર યાદવ જેવા ક્રિકેટરોએ પણ તેને શુભકામનાઓ આપી છે.

Uma Thakor

disabled