સુભાષચંદ્ર બોઝની પ્રતિમા બનાવવા માટે આ રીક્ષા ડ્રાઈવરે પોતાના જીવનભરની કમાણી ખર્ચી નાખી

સુભાષચંદ્ર બોઝને દુનિયાભરમાં ઘણા લોકો આદર્શ માને છે. પરંતુ એક વ્યક્તિને તેમના માટે એટલું માન સન્માન હતું કે તેમની પ્રતિમા બનાવવા માટે રીક્ષા ડ્રાઈવર હોવા છતાં પણ પોતાના જીવનભરની કમાણી ખર્ચી અને તેમની પ્રતિમા બનાવી. હવે આ રીક્ષા ડ્રાઈવરની સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

બસીરહાટમાં રહેવા વાળા અજય કુંડુ નામના એક વ્યક્તિનું સપનું હતું કે તેના શહેરમાં સુભાષચંદ્ર બોઝની એક મૂર્તિ હોય, જે તે પોતે જ લગાવવા માંગતો હતો અને આ સપનું તેને સાકાર કરી લીધું છે. તે વ્યવસાયે એક રીક્ષા ડ્રાઈવર છે અને પોતાના જીવનભરની કમાણી ખર્ચીને તેને આ પ્રતિમા બનાવી છે.

અજયના આ કામની અંદર તેના કેટલાક મિત્રો અને સંબંધીઓએ પણ મદદ કરી છે. અજય પોતાની બચતમાંથી આ મૂર્તિ બનાવવામાં 1 લાખ 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે.

અજયે 4 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ જ તે નેતાજી સુભાષચંદ્ર બોઝને પોતાના આદર્શ માનવા લાગ્યો હતો. તે જણાવે છે કે: “મેં થોડા વર્ષો સ્કૂલમાં વિતાવ્યા. ત્યારબાદ મને એ અનુભવ થયો કે નેતાજી જ આ દેશના અસલી હીરો છે. ત્યારબાદ મેં ઘણા લોકો સાથે વાત કરી અને પરિણામ એ આવ્યું કે તેમના વગર આપણને આઝાદી ઘણી મોડી મળી.”

અજય આગળ જણાવતા કહે છે કે: “હંમેશાથી મને લાગતું હતું કે બસીરહાટમાં નેતાજીની એક મૂર્તિ હોવી જોઈએ. અહીંયા નેતાજીની ઘણી નાની મૂર્તિઓ છે પરંતુ કલકત્તાના શ્યામ બજારમાં લાગેલી નેતાજીની મૂર્તિ જોઈને મને બહુ જ સારું લાગે છે. મારુ સપનું હતું કે બસીરહાટમાં પણ આવી મૂર્તિ લાગે. ગયા વર્ષે દિપેન્દુજી સાથે મારી ઈચ્છા વ્યક્ત કરી અને તેમને મારી મદદ કરી.”

વિધાયક દિપેન્દુ બિસ્વાસે પીડબ્લ્યુડી અધિકરીઓને પત્ર લખ્યો. ત્યારબાદ અજયને મૂર્તિ લગાવવા માટે પ્લોટ ફાળવવાનું નિવેદન કરવામાં આવ્યું. એટલું જ નહીં તેમને પોતાના વિકાસ ફંડમાંથી 30 હજાર રૂપિયા દાન પણ આપ્યું.”

disabled