નવી તસવીરો આવી: ટીના અંબાણીએ દીકરા અનમોલની જાનમાં આપ્યુ હતુ સરપ્રાઇઝ પરફોર્મન્સ, આવું હતુ વહુ કૃશાનું રિએક્શન - Chel Chabilo Gujrati

નવી તસવીરો આવી: ટીના અંબાણીએ દીકરા અનમોલની જાનમાં આપ્યુ હતુ સરપ્રાઇઝ પરફોર્મન્સ, આવું હતુ વહુ કૃશાનું રિએક્શન

બિઝનેસમેન અનિલ અંબાણી અને અભિનેત્રી ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અને કૃશા શાહના લગ્ન થઈ ગયા છે. લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, પરંતુ હવે આ ભવ્ય લગ્નની કેટલીક ખાસ તસવીરો ટીના અંબાણીએ પોતે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. જય અનમોલ અને કૃશા શાહના લગ્ન 20 ફેબ્રુઆરીના રોજ થયા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જય અનમોલ અંબાણીએ તેમના લગ્નમાં હળવા ગ્રે રંગની શેરવાની પહેરી હતી.

ત્યાં, કૃશા લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પત્ની અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે, પરંતુ તેમણે ભૂતકાળમાં મોટા પુત્ર અનમોલ અંબાણીના લગ્ન સંબંધિત એક પણ પોસ્ટ શેર કરી ન હતી. ચાહકો પણ અનમોલના લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. જો કે, ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

ટીનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની વહુ કૃશા શાહનું સ્વાગત કરતી એક પોસ્ટ શેર કરી છે.આ સાથે તેણે પુત્રના લગ્નની ઘણી ન જોયેલી તસવીરો પણ શેર કરી છે. તસવીરો પરથી જાણવા મળી રહ્યુ છે કે, આ પરિવાર આ લગ્નથી કેટલો ખુશ છે. અંબાણી પરિવારમાં ટીના અંબાણીએ દુલ્હનનું હાર્દિક સ્વાગત કર્યું. તેની પહેલી પોસ્ટમાં અંબાણી પરિવાર અને કૃશા શાહ એક જ ફ્રેમમાં જોવા મળે છે.

તેના કેપ્શનમાં લખ્યું છે – અમારી દીકરીનું સ્વાગત છે. અમે ખૂબ જ ખુશ છીએ અને અમારા ઘરમાં કૃશાને મેળવીને ધન્યતા અનુભવીએ છીએ. અનમોલ માટે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ઘરમાં નવી ઉર્જા આવી છે. તે આપણા બધા માટે એક નવી શરૂઆત છે. કૃતજ્ઞતા! ટીના અંબાણીએ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ શેર કર્યો છે, જેમાં અનમોલ અંબાણીના માતા-પિતા તેની બાજુમાં ઉભા છે. ટીનાએ તેના કેપ્શનમાં લખ્યું છે – ભગવાનના આશીર્વાદ લેતા. એક તસવીર મંડપ મુહૂર્ત સમારોહની છે.

તેના કેપ્શનમાં ટીના અંબાણીએ લખ્યું છે – એક પવિત્ર શરૂઆત, મંડપ મુહૂર્ત. ટીના અંબાણીએ મહેંદી સાથેની પ્રી-વેડિંગ સેરેમનીની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે. ટીના અંબાણી અને અનમોલ અંબાણી કૃશા શાહ સાથે એક ફ્રેમમાં જોવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે – સુંદરતાનો રંગ, મહેંદી.અંબાણી પરિવારે કૃશા શાહના આગમનની જોરદાર ઉજવણી કરી હતી. કૃશા શાહના સાસુએ ફેમિલી પોસ્ટકાર્ડ શેર કર્યું છે અને લખ્યું છે – અમારું નવું સુખી કુટુંબ.

ટીના અંબાણીએ અનિલ અંબાણીનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં અનિલ અંબાણી તેમના પિતા ધીરુભાઈ અંબાણીની તસવીર સામે ઉભા રહીને હસતા જોવા મળી રહ્યા છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે પાપ્પાના આશીર્વાદ હંમેશા માર્ગને પ્રકાશિત કરે છે.

ટીના અંબાણી ઉપરાંત ફોટોગ્રાફર દ્વારા પણ અનેક ખાસ મોમેન્ટ્સની તસવીરો શેર કરવામાં આવી છે, જેમાંથી એક તસવીરમાં મસ્તીથી ભરપૂર જાન આવતી જોઈને કૃશા એટલી ઉત્સાહિત થઇ ગઇ હતી કે તે પોતાના મિત્રો સાથે ડાન્સ પાર્ટી કરવાથી પોતાને રોકી શકી ન હતી.

ફોટોગ્રાફરે કૃશા અને અનમોલના ખાસ દિવસ માટે તૈયાર થઈ રહેલા કેટલાક મોનોક્રોમ ફોટો પણ શેર કર્યા હતા. 26 ફેબ્રુઆરી 2022ના રોજ, ટીના અંબાણીએ તેના ઈન્સ્ટા હેન્ડલ પરથી અનમોલ અને કૃશાના લગ્ન અને લગ્ન પહેલાની સેરેમનીના ન જોયેલા ફોટાની સીરીઝ શેર કરી હતી. તમને જણાવી દઇએ કે, લગ્ન બાદ ટીના અંબાણીએ ફિલ્મોને અલવિદા કહી દીધું હતું.

ટીના અને અનિલ અંબાણીને બે પુત્રો અનમોલ અને અંશુલ છે. 20 ફેબ્રુઆરી 2022ના રોજ, ટીનાના મોટા પુત્ર અનમોલે તેની ગર્લફ્રેન્ડ કૃશા શાહ સાથે લગ્ન કર્યા. લગ્નની ઉજવણી 18 ફેબ્રુઆરી 2022થી શરૂ થઈ હતી. ટીના અંબાણીની આ તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. નેટીઝન્સ આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.અનમોલ અને કૃશા શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જોકે બંને તેમના સંબંધોને ખાનગી રાખવાનું પસંદ કરે છે.

Live 247 Media

disabled